મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક મળી


SHARE







મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક મળી

મોરબી જિલ્લામાં ગઇકાલે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના અધ્યક્ષ, મંત્રી તેમજ દરેક તાલુકાના અધ્યક્ષ, મંત્રી અને દરેક કારોબારી સભ્યો જોડાયા હતા આ કારોબારી બેઠકમાં આગામી વિશ્વ મહિલા દિન અનુસંધાને માતૃ શક્તિ વંદના કાર્યક્રમ વિશે, મંડલ રચના મંડલ સંયોજકની જવાબદારી વગેરે વિશે વાત કરવામાં આવી હતી

આ બેઠકમાં મોરબી જિલ્લાના અધ્યક્ષ  દિનેશભાઈ વડસોલાએ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા થતા કાર્યો અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ દરેક તાલુકામાં થયેલ મંડળ રચના ઝાંખી આપી હતી અને મંડળ રચના દ્વારા સંઘને વધુ મજબૂત બનાવવા માટે કેવા કાર્યો કરવા તેનું પણ માર્ગદર્શન આપ્યું હતું અને સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ અંતર્ગત સંગઠન માટે ૭૫ દિવસ ફાળવવા માટે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું  

જિલ્લાના મંત્રી કિરણભાઈ કાચરોલા  દ્વારા દરેક તાલુકામાં થયેલ મંડળ રચના અને દરેક તાલુકાના કારોબારી સભ્યો દ્વારા ૭૫ દિવસના સમય દાનમાં કેવી રીતે કામ કરવું? તેની વધુ માહિતી આપી હતી અને જીલ્લાના અભ્યાસ વર્ગનું આયોજન કરવાનું તેની પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને સમાજ ઘડતર રૂપી કાર્યો કરવા તેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

તો વિપુલભાઈ આઘારાએ તમામ કાર્યકર્તાઓ સાથે ટુ વે ચર્ચા કરી સંગઠનમાં કેવી રીતે અને કેમ જોડાયા? સંગઠનમાં કામ કરવામાં પડતી મુશ્કેલીઓ વિશે અને શિક્ષકોના પ્રશ્નો તેમજ જૂની પેંશન યોજના લાગુ કરવા સહિતના પ્રશ્નોની રજુઆત પ્રદીપભાઈ કુહાડીયા અને કિરીટભાઈ દેકાવડીયા સિનિયર ઉપાધ્યક્ષ હિતેશભાઈ જાદવ સંગઠન મંત્રી, સુનિલભાઈ કૈલા મંત્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માળિયા વગેરેએ પ્રતિભાવ આપ્યા હતા અને પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી




Latest News