મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં યુવતીને દોરડા વડે હાથ બાંધી દુષ્કર્મ આચર્યું, બે શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE





વાંકાનેર તાલુકામાં યુવતીને દોરડા વડે હાથ બાંધી દુષ્કર્મ આચર્યું, બે શખ્સો સામે ગુનો નોંધાયો

વાંકાનેરમાં દોરડા વડે હાથ બાંધી યુવતી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. જે ગુનામાં પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે. વાંકાનેર તાલુકાનાં વાડી વિસ્તારમાં બનેલા બનાવથી હાલમાં ચકચાર મચી ગયેલ છે

વાંકાનેર તાલુકામાં વાડીમાં રહેતી અને પરિવાર સાથે ખેત મજૂરી કરતી યુવતી વાડીએ એકલી હતી ત્યારે ભુપત સરણીયા નામનો વ્યક્તિ અને તેની સાથેનો એક અજાણ્યો શખ્સ બાઈક પર વાડીએ આવ્યો હતો અને આરોપી ભુપતે યુવતીને પૂછ્યું હતું કે ઘરે કોઈ છે. જેથી યુવતીએ કહેલું કે ના તેમના પિતા બહાર ગયા છે. જેથી ભુપતે યુવતીના પિતાના મોબાઈલ નંબર માંગ્યા હતા. અને યુવતીએ મોબાઈલ નંબર આપ્યા પછી ભુપત અને તેની સાથેનો શખ્સ અંદરો અંદર વાતો કરવા લાગ્યા હતા અને ત્યાર બાદ યુવતી વાડીએ એકલી હોય હવસખોરોએ તેની પર નજર બગાડી હતી. અને યુવતીનું બાવડું પકડી વાડીએ આવેલી રૂમના લઈ ગયા હતા. અને યુવતીએ રાડા રાડી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નરાધમોએ તેને ચૂંદડીથી મોઢામાં ડૂચો દઈ દીધો હતો. તેમ છતાં યુવતી તાબે ન થતા હવસખોરોએ યુવતીના હાથ દોરડા વડે બાંધી દીધા હતા અને ભુપત સાથેના અજાણ્યા શખ્સે અબળા યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું આ ઘટના તા.ફેબ્રુઆરીના રોજ બની હતી. અને યુવતી ડરી ગયેલ હતી માટે તે ગુમસુમ રહેતી હોય પરિવારના મહિલા સભ્યોએ તેની સાથે વાત કરી હતી ત્યારે તેને ઘટનાની જાણ કરી હતી અને અંતે પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે






Latest News