મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે
Breaking news
Morbi Today

હાશ: મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં ટ્રાફિકને અડચણરૂપ લારીઓ પોલીસને દેખાઈ


SHARE







હાશ: મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં ટ્રાફિકને અડચણરૂપ લારીઓ પોલીસને દેખાઈ

મોરબી શહેરના નહેરૂ ગેઇટ ચોકની આસપાસના વિસ્તારમાં લારી-ગલ્લા અને પાથરણાના દબાણ વર્ષોથી છે જોકે તે પોલીસ કે પાલિકાને દેખાતું નથી તેવો ઘાટ જોવા મળી રહ્યો છે તેવામાં મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં લારી ઊભી રાખનારા પાંચ ધંધાર્થીઓની લારીઓને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવી છે ત્યારે બાકીની જે લારીઓ હજુ પણ નેહરુ ચોકમાં અને તેની આસપાસમાં દબાણ કરીને રાખવામાં આવે છે તે પોલીસને કયારે દેખાશે તે સૌથી મોટો સવાલ છે

મોરબી શહેરના રસ્તા વર્ષોથી સાંકડા છે અને આ રસ્તા ઉપરથી લોકોને પોતાના વાહન લઈને જવું તો દૂરની વાત છે પરંતુ ચાલીને પસાર થવું પણ માથાના દુખાવા સમાન બની જાય છે અને ખાસ કરીને મોરબીના હાર્દસમાન નહેરૂ ગેઇટ ચોક વિસ્તારમાં ચોતરફ લારી-ગલ્લા અને પાથરણાના દબાણ છે તેમ છતાં પણ તે પોલીસ કે પાલિકાને નજરે આવતા નથી અથવા તો તેની સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મોરબી શહેરના નહેરૂ ગેઇટ ચોકમાંથી પોલીસ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ થતી પાંચ લારીઓને ડિટેઇન કરવામાં આવેલ છે જોકે, બાકીની લારીઓ પોલીસ અને પાલિકાને ક્યારે નજરે પડશે અને લોકોને મોરબીનો નહેરૂ ગેઇટ ચોક દબાણ મુક્ત કરે જોવા મળશે તે આગામી સમય જ બતાવશે






Latest News