મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

હળવદમાં મોબાઇલની દુકાનમાંથી ફોનની ચોરી કરવાના ગુના વધુ એક આરોપી પકડાયો


SHARE











હળવદમાં મોબાઇલની દુકાનમાંથી ફોનની ચોરી કરવાના ગુના વધુ એક આરોપી પકડાયો

હળવદ શહેરમાં આવેલ મોબાઇલની દુકાનને નિશાન બનાવીને અગાઉ મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં આરોપીને પકડવામાં આવ્યા હતા અને હાલમાં આ ગેંગના વધુ એક આરોપીને એસઓજીની ટીમ દ્વારા કરવામાં આવેલ છે અને આરોપીને હળવદ પોલીસ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના હળવદમાં વર્ષ ૨૦૨૧ માં મોગલ મોબાઇલની દુકાનમાં ચોરી કરવામાં આવી હતી અને ત્રણ શખ્સો દ્વારા દુકાનમાંથી કુલ મળીને ૨૧ જેટલા મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવી હતી આ ગુનામાં અગાઉ બે આરોપીઓને મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા પકડવામાં આવ્યા હતા જોકે એક આરોપીને પકડવાનો બાકી હતો તેની શોધખોળ ચાલી રહી હતી તેવામાં મોરબી જિલ્લા એસ.ઓ.જી.ના મહાવીરસિંહ પરમાર અને મુકેશભાઈ જોગરાજીયાને મળેલી બાતમીના આધારે તેઓએ હાલમાં હળવદની સરા ચોકડી પાસેથી માલજી ઉર્ફે માલો કરમશીભાઈ વઢીયારા જાતે દેવીપુજક (ઉંમર ૨૭) રહે. સુરેન્દ્રનગર મુળી રોડ વાળાની ધરપકડ કરેલ છે

ગુમ થનાર મહીલાને શોધી કાઢી 

મોરબી એલ.સી.બી.ના પીએસઆઈ એન.એચ.ચુડાસમા તથા સ્ટાફના માણસો કાર્યવાહી કરી રહ્યા હતા ત્યારે એ.એસ.આઇ. સંજયભાઇ પટેલ તથા રજનીકાંત કૈલાને હકીકત મળી હતી કે, મહીસાગર જિલ્લાના બાલાસીનોર વિસ્તારમાંથી ગુમ થનાર મહીલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા તાલુકાના સમલાસર ગામ વિસ્તારમાં છે જેથી જયેશભાઇ વાઘેલાને સાથે રાખીને પોલીસ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તપાસ માટે ગઈ હતી અને ગુમ થનાર કોમલબેન મહેન્દ્રભાઇ વણકર (ઉ.૧૯) રહે. દોલતપોરડા જિલ્લો મહીસાગર વાળી મળી આવી હતી જેથી મહીલાને મહીસાગર જિલ્લાના બાલાસીનોર પોલીસને હવાલે કરેલ છે 






Latest News