જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

હળવદના સુંદરગઢ પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત: ગુનો નોંધાયો


SHARE









હળવદના સુંદરગઢ પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત: ગુનો નોંધાયો

હળવદ તાલુકાના નવા સુંદરગઢ થી જુના સુંદરગઢ ગામ જવાના રસ્તા ઉપર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને ઇજા પામેલા યુવાનનું મોત નિપજયું હતું અને આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ ટ્રક ચાલકની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે જિકિયારી ગામે રહેતા મનસુખભાઇ ચકુભાઈ પીપળીયા જાતે કોળી (ઉંમર ૫૧) હાલમાં ટ્રક નંબર જીજે ૨ એક્સ એક્સ ૧૫૨૦ ના ચાલકની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે નવા સુંદરગઢ ગામ થી જુના સુંદરગઢ ગામ જવાના રસ્તે આશ્રમ પાસે નથી તેનો દીકરો કિશન પોતાનું બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે તેના બાઇકને ટ્રક ચાલકે અડફેટે લીધું હતું અને પાછળથી ટ્રક અથડાતા કિશન રસ્તા ઉપર નીચે પડી ગયો હતો અને તેને માથા તેમજ પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું હાલમાં મૃતક કિશનના પિતા મનસુખભાઈ પીપળીયાએ ટ્રકચાલકની સામે ફરિયાદ નોંધાવતા હળવદ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વરલી જુગાર

વાંકાનેર મિલ પ્લોટ વિસ્તારમાં વરલી ફીચરના જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને તે સમયે અહીં તમે રહિમભાઇ ઉર્ફે રમેશભાઇ અલીભાઇ જેશાણી જાતે સંધિ રહે. મીલ પ્લોટ વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી તેની પાસેથી રોકડા ૧૭૦ રૂપિયા કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આવી જ રીતે માળીયા તાલુકાના ખીર ગામના પાદરમાં બંધ પડેલા જુના ખંડેર મકાન પાસે વરલીના આંકડા લેવામાં આવતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતાં જુનેદભાઈ સલેમાનભાઈ કટિયા જાતે મિયાણા (ઉમર ૩૨) રહે. ખીરઈ વાળાની જુગારના આંકડા લેતા ૭૦૦ રૂપિયાની રોકડ સાથે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News