મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે ઉમિયા માર્કેટની દુકાનમાંથી ૩૧૨ બીયર સાથે એક શખ્સ પકડાયો


SHARE







મોરબીના પંચાસર રોડે ઉમિયા માર્કેટની દુકાનમાંથી ૩૧૨ બીયર સાથે એક શખ્સ પકડાયો

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ઉમિયા માર્કેટની દુકાનમાં બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે દુકાનમાંથી બીયરના ૩૧૨ ટીન સાથે એક શખ્સ ઝડપાયો છે

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શહેરના પંચાસર રોડ ઉપર આવેલ ઉમિયા માર્કેટમાં પહેલા માળે પગથિયાંની બાજુમાં આવેલ દુકાનમાં બિયરનો જથ્થો હોવાની બાતમી એલસીબીને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતા દુકાનમાંથી બીયરના ૩૧૨ ટીન સાથે ભાર્ગવ સુધીરભાઈ ઉર્ફે સુખાભાઇ વિઠ્લાપરા (ઉંમર ૨૮) રહે. વાવડી રોડ કબીરધામ પાસે ભક્તિ નગર સોસાયટી-૨ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને પોલીસે તેની પાસેથી ૩૧૨૦૦ રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કરેલ છે આ શખ્સ પાસે બિયરનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવે છે






Latest News