રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિડા ગામે દિયાન પેપર મીલમાં આગ : કરોડોનું નુકશાન


SHARE











વાંકાનેરના રાતાવિડા ગામે દિયાન પેપર મીલમાં આગ : કરોડોનું નુકશાન

વેસ્ટ પેપર અને તૈયાર માલ તેમજ સેડ અને મશીનરી સહિતની વસ્તુઓ આગમાં બળીને ખાક

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા રાતાવિરડા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ પેપર મીલમાં આજે સાંજના ચારેક વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હોવાથી પેપર વેસ્ટ તેમજ તૈયાર માલ, શેડ અને મશીનરીનો મોટાભાગનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હોવાનું જાણવા મળેલ છે.આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરના વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા જો કે આગે વિકરાળરૂપ ધારણ કરી લીધુ હોવાથી મોરબી વાંકાનેર અને હળવદના ફાયરના વાહનોને સ્થળ ઉપર બોલાવીને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ તરફ જવાના રસ્તા ઉપર દિયાન પેપરમીલ આવેલ છે જેમાં સાંજના ચારેક વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી અને ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું અને કારખાનાની અંદર ખુલ્લા સેડમાં પડેલ પેપર વેસ્ટમાં જથ્થામાં તેમજ તૈયાર માલમાં અને યુનિટના સેડ તેમજ મશીનરીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેથી કરીને વિકરાળ આગ લાગી ગઇ હતી જેથી કરીને કરોડોની નુકશાનીની સડભાવના સેવાઇ રહી છે.આગને કાબૂમાં લેવા માટે કારખાનાના સાધનોથી પ્રયત્નો કરવામાં આવ્યા હતા જોકે આગ કાબુમાં નહીં આવતા ત્યારબાદ મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને આ બનાવની જાણ કરવામાં આવી હતી અને મોરબી પાલિકાના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જો કે આગે વિકરાળરૂપ ધારણ કરી લીધું હોવાથી આગને કાબૂમાં લેવા માટે થઈને વાંકાનેર અને હળવદથી પણ ફાયર વિભાગના વાહનો દોડાવવામાં આવ્યા હોવાની માહિતી જાણવા મળી છે અને લગભગ બે કલાક કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ આગ કાબુમાં ન આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વધુમાં મોરબી પેપરમીલ એસોસિએશનના પ્રમુખ વિપુલભાઈ કોટડીયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે બપોરના સમયે આગ લાગવાની ઘટના બની હતી જેમાં દિયાન પેપરમીલની અંદર મોટા પ્રમાણમાં વેસ્ટ પેપરનો જથ્થો તેમજ તૈયાર માલ સેડ અને મશીનરી પણ આગની ઝપેટમાં આવી જતા બળીને ખાખ થઇ ગયેલ છે અને તેઓના જણાવ્યા પ્રમાણે મોરબી ઉદ્યોગીકરણ નગરી હોવા છતાં પણ અહીંયા ફાયરના ટાંચા સાધનો હોવાના કારણે ઘણી વખત અકસ્માતના બનાવ બને છે ત્યારે ઉદ્યોગકારો સહિતના લોકોને મોટા પ્રમાણમાં નુકશાની સહન કરવી પડે છે. ત્યારે ઉદ્યોગ અને ઉદ્યોગકારોની સલામતી તેમજ ત્યાં કામ કરતા કામદારોની સલામતીને ધ્યાનમાં રાખીને ફાયરનાં સાધનો અને નવુ ફાયર સ્ટેશન મોરબીની આસપાસમાં બનાવવામાં આવે તેવી પણ તેઓએ લાગણી અને માંગણી વ્યક્ત કરેલ છે અને ભવિષ્યમાં આ મુદ્દે તેઓના એસોસિએશન દ્વારા સરકાર સુધી રજૂઆતો કરવામાં આવશે તેવી પણ તેઓએ આ તકે વાત કરેલ છે.






Latest News