મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ ગામે ઝેરી દવા પી ગયેલ પરણિતાનું સારવાર દરમિયાન મોત


SHARE











મોરબીના નાગડાવાસ ગામે ઝેરી દવા પી ગયેલ પરણિતાનું સારવાર દરમિયાન મોત

મોરબી તાલુકાના નાગડાવાસ ગામે વાડી વિસ્તારમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં પરિણીતાને મોરબીની ખાનગી હોસ્પિટલે અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલે ખસેડવામાં આવી હતી જયાં ટૂંકી સારવાર દરમિયાન આદિવાસી પરણિતાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા નાગડાવાસ ગામે વાડી વિસ્તારમાં ગુંગણ જવાના રસ્તે અજીતભાઈ મિયાત્રાની વાડીએ રહીને ખેત મજૂરીકામ કરતાં આદિવાસી પરિવારની કવિતાબેન રસિકભાઈ ડામોર નામની ૨૫ વર્ષીય પરણીતાએ ગતરાત્રીના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને કવિતાબેન ડામોરને સારવાર માટે શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે લઈ જવામાં આવી હતી જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેણીને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી જ્યાં ટુંકી સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે અને હાલ તપાસ તાલુકા પીએસઆઇ વી.કે.કોઠીયાને સોંપવામાં આવેલ છે. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક કવિતાબેન રસિકભાઈ ડામોરનો લગ્નગાળો પાંચ વર્ષનો હતો તેને સંતાનમાં બે બાળકો હતા તેમજ સાસુ-સસરાની સાથે સંયુક્ત પરિવારમાં રહીને મજૂરી કામ કરતા હતા દરમિયાનમાં ગત રાત્રીના તેણીએ ઉપરોક્ત અંતિમ પગલું ભરી લીધું હતું.હાલ કયા કારણોસર તેણીએ અંતિમ પગલું ભર્યું..? તે તપાસનો વિષય છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે સિલ્વર પાર્ક જુના ઘુંટુ રોડ વિસ્તારમાં રહેતો અરજણ મુકેશભાઇ દેગામા નામનો ૧૭ વર્ષીય યુવાન પોતાના મિત્રને ત્યાં માવના ગામે લગ્ન પ્રસંગ સબબ ગયો હતો અને પરત આવતો હતો ત્યારે રસ્તામાં આમરણ પાસે તેનું બાઇક બજરંગ હોટલ પાસે ગોળાઇમાં સ્લીપ થઈ જતાં ઈજાગ્રસ્ત થયેલા અરજણ દેગામાને સારવાર માટે સિવિલ હોસ્પિટલે અને બાદમાં વધુ સારવાર માટે આયુષ હોસ્પિટલ ખસેડાયો હતો બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના ઇશ્વરભાઇ કલોતરાએ આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબીના સામાકાંઠે ઋષિકેશ સોસાયટીમાં આવેલ શિવાલય એપાર્ટમેન્ટમાં રહેતા આનંદ ખીમજીભાઇ ઘોડાસરા નામના ૩૫ વર્ષીય યુવાને તેના ઘેર ટોયલેટ ક્લીનર પી લેતાં સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો.બનાવની જાણ થતાં બી ડિવિજન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News