મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

તો વાંકાનેરમાં પણ સુરત વાળી !: કણકોટમાં યુવતીને ભગાડી જવાનું કહીને તેની માતાને યુવાનના ભાઈ-બહેન અને માતાએ માર માર્યો


SHARE







તો વાંકાનેરમાં પણ સુરત વાળી !: કણકોટમાં યુવતીને ભગાડી જવાનું કહીને તેની માતાને યુવાનના ભાઈ-બહેન અને માતાએ માર માર્યો

ગુજરાતમાં એક તરફી પ્રેમમાં સુરત ખાતે યુવતીની ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી આ બનાવની હજુ શાહી સુકાઇ નથી ત્યાં આવી જ ઘટના બને તેવો ઘાટ મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં સર્જાયો છે અને વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રહેતા પરિવારને તેની પાડોશમાં રહેતો યુવાન ભગાડી ગયો હતો અને ત્યાર બાદ ઘરમેળે સમાધાન થઈ ગયું હતું જો કેયુવતીની માતા તેની શેરીમાંથી જતી હતી ત્યારે “તારી દીકરીને હજુ ગાડી જેવી છે” તેવી ધમકી આપી હતી અગાઉ યુવતીને ભગાડી ગયેલા યુવાનની બહેને આપી હતી જેથી કરીને બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ યુવતીની માતાને બે મહિલા સહીત ત્રણ વ્યક્તિએ માર માર્યો હતો અને માથામાં લાકડીનો ધોકો ફટકારવામાં આવતા મહિલાને માથામાં ટાંકા આવ્યા છે અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલી મહિલાએ સારવાર લીધા બાદ હાલમાં બે મહિલા સહિત ત્રણની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રહેતા હંસાબેન લાલજીભાઈ માલકીયા જાતે કોળી (ઉંમર ૪૫) એ હાલમાં તેઓની પાડોશમાં રહેતા રાજુ મજીભાઈ તેની માતા લાભુબેન મનજીભાઇ અને બહેન હેતલ મનજીભાઇ રહે. બધા જ કણકોટ વાળાની સામે વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ પોતાના ઘર પાસે શેરીમાંથી જતાં હતા ત્યારે હેતલ મનજીભાઈએ તેઓને “તારી દીકરીને હજુ ગાડી જવી  છે” તેવું કહ્યું હતું જેથી કરીને બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ હેતલબેન લાભુબેન અને રાજુભાઈએ તેને માર માર્યો હતો અને ત્યારે માથામાં લાકડાનો ધોકો ફટકારતા તેને ટાંકા આવ્યા છે અને આરોપીઓએ તેને ગાળો આપીને તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપે છે જેથી કરીને ભોગ બનેલા હંસાબેન માલકીયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણેયની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરલે છે

વધુમાં ફરિયાદી હંસાબેન માલકીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આરોપી લાભુબેનનો નાનો દીકરો નૈમિષ અગાઉ તેની દીકરી પાયલને વીસેક દિવસ પહેલા ભગાડી ગયો હતો અને ત્યારબાદ તેને લોકો તેને શોધી લાવ્યા હતા અને જે તે સમયે કોઈ ફરિયાદ કરવામાં આવી ન હતી અને પાડોશમાં રહેતા હોવાના કારણે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો ન હતો પરંતુ હાલમાં નૈમિષના ભાઈ રાજુ તેમજ તેની માતા લાભૂબેન  અને બહેન હેતલએ તેની દીકરીને ભગાડી જવી છે તેવું કહીને બોલાચાલી કરીને તેને માર માર્યો છે આટલું જ નહીં પરંતુ ફરિયાદ હંસાબેનની દિકરીની સગાઈ થઈ ગયેલ છે અને જે ઘરે તેની સગાઈ કરવામાં આવી છે ત્યાં પણ આરોપીઓ દ્વારા ફોનથી ધમકી આપવામાં આવી રહી હોવાનું ભોગ બનેલા હંસાબેન પાસેથી જાણવા મળી રહ્યું છે 






Latest News