વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને વિનામુલ્યે ઘરે-હોસ્પિટલે ભોજન પહોચાડશે જય ગોપાલ ગ્રુપ


SHARE







વાંકાનેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને વિનામુલ્યે ઘરે-હોસ્પિટલે ભોજન પહોચાડશે જય ગોપાલ ગ્રુપ

(શાહરુખ ચૌહાણ દ્વારા) મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાની અંદર પણ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે શહેરની અંદર કોરોના પોઝિટિવ દર્દીઓને તેઓના ઘરે અથવા તો જો કોઈ દર્દી હોસ્પિટલ હોય ત્યાં ભોજનની વ્યવસ્થા કરવાની હોય તો વાંકાનેર શહેરનું જય ગોપાલ ગ્રુપ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા પુરી પાડશે

હાલમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકાની અંદર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે વાંકાનેર શહેરની અંદર જે કોઇ વ્યક્તિ કે પરિવારને કોરોના પોઝિટિવ હોય અને સંપૂર્ણ ફેમિલી જો હોમ કોરેંટાઈન હોય તો આવા પરિવારોને જમવા માટે મુશ્કેલી ન પડે તે હેતુ સાથે જય ગોપાલ ગ્રુપ વાળા નાગજીભાઈ મારા વાંકાનેર શહેરમાં હોમ કોરેંટાઈન હોય તેવા પરિવારને કે પછી હોસ્પિટલની અંદર હોય તેવા દર્દીઓને ભોજનની જરૂરિયાત હોય તો સાત્વિક ભોજન ફ્રી હોમ ડિલિવરી સાથે વાંકાનેર શહેરમાં પહોંચાડવામાં આવશે અને સવારે ચા તેમજ પરોઠા અને સવારે તેમજ સાંજે ભોજન આપવામાં આવશે જેથી આ સેવાની કોઈ પણને જરૂરિયાત હોય તો નાગજીભાઈ ગમારાના મોબાઈલ નં. ૯૦૯૯૯ ૦૯૨૨૮ ઉપર સંપર્ક કરવા તેઓએ જણાવ્યું છે




Latest News