માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

હળવદના અજિતગઢ પાસે નર્મદાની કેનાલમાં કાર ખાબકતાં નવદંપતિનું ઘટના સ્થળે જ મોત


SHARE











હળવદના અજિતગઢ પાસે નર્મદાની કેનાલમાં કાર ખાબકતાં નવદંપતિનું ઘટના સ્થળે જ મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં અજિતગઢ ગામ પાસેથી પસાર થતી નર્મદાની માળીયા કેનાલમાં આજે સવારે એક કાર ખાબકી હતી અને આ કારમાં બેઠેલ નવદંપતિનું પાણીમાં ડૂબી જવાથી ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જેથી કરીને તરવૈયાઓની મદદથી તેના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે હળવદ સિવિલે ખસેડાયા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.

હળવદના અજીતગઢ ગામે રહેતા રાહુલભાઈ પ્રવીણભાઈ ડાંગર જાતે આહીર અને તેમના પત્ની મિતલબેન રાહુલભાઈ આહીર આજે અજીતગઢ ગામેથી આઈ ટ્વેન્ટી કારમાં માળીયા તરફ જવા નીકળ્યા હતા ત્યારે જુના અને નવા ઘાટીલા વચ્ચે મંદરકી ગામના નાલા પાસેથી પસાર થતી નર્મદાની માળીયા બ્રાંચની કેનાલમાં તેની કાર ખાબકી હતી જેથી કરીને ત્યાં હાજર રહેલા લોકોએ કેનાલમાં પડેલી કાર સાથે કેનાલમાં પડેલા લોકોને બહાર કાઢવા માટે કવાયત શરૂ કરી હતી અને પહેલા મિતલબેનના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને બાદમાં રાહુલભાઈના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને પીએમ માટે હળવદ સિવિલે ખસેડવામાં આવેલ છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ માળીયા તાલુકાનાં મેઘપર ગામે
સગાઇના પ્રસંગમાં જવા  માટે દંપતિ તેના ઘરેથી કાર લઈને નિકળ્યું હતું અને રસ્તામાં કાર કેનાલમાં પડવાથી બંનેના મોત નિપજ્યાં છે જેથી કરીને આહીર પરિવાર અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે આ બનાવની જાણ થતા ટીકર જિલ્લા પંચાયતના માજી સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડીયા, અજીતગઢના સરપંચ રજનીભાઈ પટેલ, અશ્વિનભાઈ આહિર સહિત મોટી સંખ્યામાં ત્યાં દોડી આવ્યા હતા




Latest News