મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં વાવાઝોડું અને કમોસમી વરસાદથી ખેડૂતો, ઉદ્યોગકારો અને આમ નાગરિકોને નાના મોટી નુકશાની થયેલ છે જેથી કરીને સરકાર દ્વારા નુકશાનીનો સર્વે કરાવીને તેઓને સહાય પેટે વળતર આપવામાં આવે તેવી મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં તા. 19/3/26 ના રોજ વાવાઝોડા અને કમોસમી વરસાદ પડ્યો હતો જેથી કરીને સૌરાષ્ટ્ર પંથકમાં ભારે તારાજી થયેલ છે. અને ખેડૂતો ના રવિ પાકને મોટા પાયે નુકશાન થયેલ છે. ખાસ કરીને બાગાયતી પાક જેવા કે દાડમ, લીંબુ અને કેરીના પાકમાં મોટા પાયે નુકશાન થયેલ છે. તેવી જ રીતે ઘઉં, રાયડો, જીરું જેવા પાકો પણ નાશ પામેલ છે. અને એરંડાના પાકને પણ મોટું નુકશાન થયેલ છે. તે ઉરપાંત મોરબીના સિરામિક સહિતના ઉદ્યોગમાં શેડના છાપરા ઊડી ગયા હતા અને  માલને પણ નુકશાન થયેલ છે. તથા સોલર પેનલનો પણ નાશ થયો છે. આટલુ જ નહીં શ્રમજીવી અને ગરીબ પરિવારોના કાચા મકાનના છાપરા ઊડ્યા હતા અને તેઓને પણ નુકશાન થયેલ છે. અને લોકોને વીજ બિલની બચત માટે ઘર ઉપર લગાવેલ સોલાર પેનલ ઘણી જગ્યાએ તૂટી ગયેલ છે. આમ નાના મોટા ઉદ્યોગકારો, ખેડૂતો અને સામાન્ય લોકોને વાવાઝોડા અને કમોસમી વરસાદથી નુકશાન થયું છે જેથી લોકો હેરાન પરેશાન છે.  ત્યારે સરકાર દ્વારા સર્વે કરવીને થયેલ નુકશાન સામે લોકોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News