મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ


SHARE











મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ

મોરબી તાલુકા વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને પરિવારજન દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણ અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને આ ગુનામાં તાલુકા પોલીસની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી તાલુકા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનો અપહરણ કરવામાં આવ્યું હતું જેથી બનાવ સંદર્ભે ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણ અને પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને સગીરાને શોધવા માટેના આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ બનાવમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એસ.કે.ચારેલ અને તેઓની ટીમ દ્વારા હાલમાં આરોપી અરમાન સિકંદરભાઈ દાવલિયા (18) રહે. શોભેશ્વર રોડ મફતિયાપરા ઇરોઝ સીરામીક પાસે મોરબી વાળાની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને સગીરાને હસ્તગત કરીને તેના પરિવારજનને સોંપવામાં આવી છે તેવી વિગત પોલીસ પાસેથી જાણવા મળી છે.

યુવાન સારવારમાં

વાંકાનેરના પંચાસિયા ગામે રહેતા વિજુભાઈ જેરામભાઈ કુંઢીયા (20) નામનો યુવાનો કોઈ કારણોસર વાડીએ હતો ત્યારે ત્યાં દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

પરિણીતાને સાસરિયાંઓએ માર માર્યો

વાંકાનેરના નવાપરામાં વાસુકી મંદિર પાસે રહેતા નિશાબેન બેચરભાઈ દેત્રોજા (20) નામની મહિલાને તેના પતિ, સાસુ, સસરા, નણંદે ઢીકાપાટુનો માર મારેલ હોય ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

વૃદ્ધને ઇજા

હળવદના સુખપર ગામના પાટીયા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં અજાણ્યા 60 વર્ષના વૃદ્ધને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ 108 મારફતે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરાતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરી છે.

બલ્ડ વડે શરીરે ચેકા મારી લીધા

મોરબીના લાલપર નજીક આવેલ ચાર માળિયા પાસે અર્જુન કાનાભાઈ મારવાડી (22) નામના યુવાને નશાની હાલતમાં પોતાના શરીર ઉપર બ્લડ વડે ચેકા મારી લીધા હતા જેથી કરીને ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News