કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સરહદના સંત્રીઓ સાથે કરી રક્ષાબંધન પર્વની ઉજવણી
મોરબીમાં હઝરત બાવા અહેમદશાહ ગ્રુપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 106 લોકોએ કર્યું રક્તદાન
SHARE
મોરબીમાં હઝરત બાવા અહેમદશાહ ગ્રુપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 106 લોકોએ કર્યું રક્તદાન
મોરબીમાં જશ્ને ઈદે મિલીદુલ નીબી નિમિત્તે હઝરત બાવા અહેમદશાહ ગ્રુપ દ્વારા બાવા અહેમદશાહ મસ્જિદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રક્તદાન કેમ્પનું આયોજન મોરબી સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્કના સહયોગથી કરવામાં આવ્યું હતું. અને તેમાં 106 લોકોએ રક્તદાન કર્યું હતુ
આ કેમ્પના આયોજકો પાસેથી મળતી માહિતી મુજબ કુલ 106 બોટલ રક્ત એકત્રિત કરીને મોરબી સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં આપવામાં આવેલ છે જે જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર મળી જવાથી મહામૂલી જિંદગી બચાવી શકાશે. જેથી આ કેમ્પ દરેક સમાજ માટે પ્રેરણારૂપ બન્યો હતો. વધુમાં આયોજકોએ કહ્યું હતું કે, 106 બોટલ રક્ત એકત્રિત થયું તે માત્ર એક આંકડો નથી, પરંતુ 106 વખત માનવસેવાનો સંકલ્પ સાકાર થવાનો સંદેશ છે. આવા સેવાકીય અને સમાજોપયોગી કાર્યક્રમો કરવા માટે હઝરત બાવા અહેમદશાહ ગ્રુપ દ્વારા સંકલ્પ કરવામાં આવેલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાજી નુરમોહંમદભાઈ કાશ્માણી, આશીફભાઈ કાશ્માણી, આશીફભાઈ ઘાંચી, સોહીલભાઈ કાશ્માણી, ફેઝલભાઈ કચ્છી, મહંમદશા આમદશા શાહમદાર, હશનેનભાઈ કાશ્માણી વિગેરેએ જહેમત ઉઠાવી હતી.