મોરબી સબજેલ ખાતે જેલ પ્રસશનના સહયોગથી સગી બહેનોએ ભાઈઓને રાખડી બાંધીને કરી રક્ષાબંધન પર્વની ઉજવણી મોરબીની સિલ્વર પાર્ક સોસાયટીમાંથી 1092 બોટલ દારૂ ભરેલ સુપરકેરી વાહન ઝડપાયું. 11.21 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ મોરબીમાં હઝરત બાવા અહેમદશાહ ગ્રુપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 106 લોકોએ કર્યું રક્તદાન કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સરહદના સંત્રીઓ સાથે કરી રક્ષાબંધન પર્વની ઉજવણી ટંકારાની યોગ ટીમ દ્વારા નિવૃત આર્મીમેન-પોલીસ વિગેરેને રાખડી બાંધીને ઉજવાઇ રક્ષાબંધન ટંકારાના લજાઈ ગામ પાસે આવેલ ઉમિયા માનવ મંદિર ખાતે વડીલોને રાખડી બાંધીને પોલીસે રક્ષાબંધનની કરી ઉજવણી મોરબી, હળવદ અને ટંકારાના જોધપર (ઝાલા) ગામે જુગારની કુલ 4 રેડ: 12 શખ્સ પકડાયા-2 ફરાર માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે ભંગારનો ડેલો ખાલી કરવા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી, હળવદ અને ટંકારાના જોધપર (ઝાલા) ગામે જુગારની કુલ 4 રેડ: 12 શખ્સ પકડાયા-2 ફરાર


SHARE





મોરબી, હળવદ અને ટંકારાના જોધપર (ઝાલા) ગામે જુગારની કુલ 4 રેડ: 12 શખ્સ પકડાયા-2 ફરાર

મોરબી શહેરમાં જુદી જુદી બે જગ્યા ઉપર જુગારની રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને આઠ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જ્યારે હળવદમાં ગોરી દરવાજા પાસે જુગારની રેડમાં બે શખ્સો રોકડ રકમ સાથે મળી આવ્યા હતા અને ટંકારાના જોધપર ઝાલા ગામે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા શખ્સોમાં નાશભાગ મચી હતી ત્યારે સ્થળ ઉપરથી પોલીસે બે શખ્સોને રોકડ અને મોબાઈલ સાથે ઝડપી લીધા હતા જો કે, બે શખ્સ નાસી ગયા હતા તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

મોરબીમાં વિદ્યુતનગર પાસે આવેલ સરસ્વતી સોસાયટીમાં જુગાર રમતા હતા ત્યાં પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અનિલભાઈ મગનભાઈ કડીવાલ (52) રહે. સરસ્વતી સોસાયટી મોરબી, રવિભાઈ રમેશભાઈ મુંજારીયા (32) રહે ધાયડી વિસ્તાર રવાપર, વિપુલભાઈ નરસંગભાઈ બાલાસરા (34) રહે. શિવશક્તિ સોસાયટી રવાપર, વિરલભાઈ વિભાભાઈ મેવાડા (41) રહે. અરુણોદયનગર મોરબી, અનિલભાઈ કુંવરજીભાઈ મુંજારીયા (55) રહે. સનાળા તથા મિલનભાઈ પરસોતમભાઈ સિદપરા (31) રહે. ગોલ્ડન માર્કેટ પાછળ રવાપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસ એ 17,950 ની રોકડ ખાતે તેની ધરપકડ કરી હતી. જ્યારે જુગારની બીજી રેડ ઇન્દિરાનગર વિસ્તારમાં જાહેરમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી કનુભાઈ વાલજીભાઈ વાઘેલા 25 રહે. કુબેર ટોકીઝ પાસે મફતિયાપરા મોરબી અને નટુભાઈ બાબુભાઈ લુવારીયા (22) રહે. કાંતિનગર પેટ્રોલ પંપ પાછળ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 3,200 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને ગુના નોંધાયા છે તો હળવદમાં ગોરી દરવાજા પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં જુદા જુદા ચિત્રોના બેનર રાખીને જુગાર રમતા હતા ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અશોકભાઈ સવજીભાઈ કુડેચા (35) અને વિષ્ણુભાઈ પ્રવીણભાઈ ડાભી (26) રહે. બંને ગોરી દરવાજા હળવદ વાળા મળી આવતા પોલીસે 7,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે આવી જ રીતે ટંકારાના જોધપર (ઝાલા) ગામે કોળી વાસમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જગદીશભાઈ ભરતભાઈ છીપરીયા (20) અને  કિશનભાઇ વિનોદભાઈ સારેસા (25) રહે. બંને જોધપર (ઝાલા) વાળા ઝડપાઈ ગયા હોય પોલીસે 10,400 રોકડા તથા 13,000 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન આમ કુલ મળીને 23,400 ના મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ કરી હતી જોકે પોલીસ તે જોઈને શક્તિસિંહ હરદેવસિંહ ઝાલા તથા આકાશ રમેશભાઈ છીપરીયા રહે. બંને જોપુર (ઝાલા) વાળા નાસી છૂટ્યા હોય તેને પકડવા માટે પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News