મોરબીના નાગડાવાસ ગામે મંદિરમાંથી માતાજીની મુર્તિ, મુગટ, છતર વિગેરે મળી 6.02 લાખના મુદામાલની ચોરી
મોરબીના વાવડી રોડે રહેતા યુવાને ઘરે જીવન ટુંકાવ્યું
SHARE
મોરબીના વાવડી રોડે રહેતા યુવાને ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત
મોરબી સીટી વિસ્તારના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના યુવાને તેના ઘરે એકલો હતો ત્યારે ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું.હાલ બનાવનું કારણ જાણવા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના અને છેલ્લા ૧૫ વર્ષથી મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર શેરી નંબર-૫ માં રહેતા મોટા ભાઈને ત્યાં રહેતો અને છતના પીઓપીના મજુરી કામમાં મદદ કરતા નરેન્દ્રભાઇ મહેશકુમાર ગૌતમ નામના ૧૮ વર્ષના યુવાને તેના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેનું મોત નીપજ્યું હતું.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એસ.કે.બાલાસરા અને રાઇટર ગંભીરસિંહ ચૌહાણ દ્વારા તપાસ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે મૃતક નરેન્દ્ર ગૌતમ તેના ભાઈ સાથે મોરબી રહેતો હતો અને ભાઈ સાથે પીઓપીનું કામકાજ કરતો હતો.ગઈકાલે તેને મજા નથી તેમ કહીને તે ઘરે રહ્યો હતો અને બાદમાં તેણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.હાલ કયા કારણોસર તેણે અચાનક ઉપરોકત પગલું ભર્યું ? તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
પરણીતા ગુમ
મોરબીના સામાકાંઠે આવેલા ઉમા ટાઉનશીપ વિસ્તારના પરિશ્રમ એપાર્ટમેન્ટમાં રહેતા મહિલા ગુમ થઈ ગયા હોય પોલીસમાં જાણ કરવામાં આવેલ છે.શૈલેષભાઈ નારણભાઈ ઓધવિયા પટેલ (૪૨) દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાહેર કરવામાં આવ્યું હતું કે ગત તા.૧૫-૮ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં તેમના પત્ની સોનલબેન શૈલેષભાઈ ઓધવીયા (૩૨) ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે અને ઘરમળે તપાસ કરવા છતાં સોનલબેનનો પતો લાગ્યો ન હોય હાલ પોલીસમાં જાણ કરાતા સ્ટાફના એ.એમ.જાપડીયા દ્વારા આ બાબતે નોંધ કરી ગુમ થયેલા સોનલબેનની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
દારૂ સાથે પકડાયા
મોરબીના સામાકાંઠે હળવદ રોડ ઉપર આવેલ શિવ કોમ્પ્લેક્ષ નજીકથી નીકળેલ નરેન્દ્ર કાંતિભાઈ પટેલ (૪૦) રહે. ચરાડવા તા.હળવદને પોલીસ અટકાવ્યો હતો અને તેની ઝડતી લેવામાં આવતા તેની પાસેથી દારૂની નાની છ બોટલ મળી આવતા રૂા.૧૦૨૦ ના દારૂ સાથે તેની અટકાયત કરી ધોરણની કાર્યવાહી કરવામાં આવી હતી.મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ખરેડા ગામે રહેતા બચુભાઈ મહાદેવભાઇ ચાડમીયા નામના ૫૫ વર્ષના આધેડને ગામમાં ઝઘડો થયા બાદ મારામારીના બનાવમાં ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.