મોરબી જીલ્લામાં સફાઇ કામદારને ભૂગર્ભ ગટર તેમજ ખાળકૂવામાં સફાઇ કરાવવા, ઊંડે ઉતરવા-ઉતારવા પર પ્રતિબંધ
મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રખડતા ઢોર પકડવા, રોડ રીપેર કરવા અને ખાદ્ય સામગ્રીનું ચેકિંગ કરવા અધિકારીઓને સૂચના
SHARE
મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રખડતા ઢોર પકડવા, રોડ રીપેર કરવા અને ખાદ્ય સામગ્રીનું ચેકિંગ કરવા અધિકારીઓને સૂચના
મોરબી મહાપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં રખડતા ઢોર પકડવા, તૂટેલા રોડ રીપેર કરવા અને ખાદ્ય સામગ્રીનુ ચેકિંગ કરવા માટેની અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે.
મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતભાઈ પડસુંબીયાના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં કમિશ્નર સંગીતાબેન રૈયાણી તેમજ ડેપ્યુટી કમિશ્નર સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મોરબીના મુખ્ય માર્ગો ઉપર રજડતા ઢોરનો પ્રશ્ન લેવામાં આવેલ હતો અને ઢોર પકડવા માટે જરૂરી સ્ટાફનો અભાવ હોય તેની વહેલી તકે ભરતી કરવામાં આવે તેના માટેની વ્યવસ્થા કરવા માટે અધિકારીને સૂચના આપવામાં આવેલ છે તેની સાથોસાથ તાજેતરમાં પડેલા વરસાદના લીધે ઘણી જગ્યાએ રોડ રસ્તા તૂટી ગયેલ છે જેથી કરીને ત્યાં રોડ રીપેર કરવા માટેની પણ સૂચનાઓ જવાબદાર અધિકારીઓને આપવામાં આવેલ છે. આટલું જ નહીં તહેવારો દરમ્યાન ખાદ્ય સામગ્રીનું ચેકિંગ કરવા માટેની પણ સૂચના અધિકારીઓને આપવામાં આવેલ છે. જો કે, ફૂડ વિભાગમાં પણ પૂરતા પ્રમાણમાં સ્ટાફ નથી તેવું અધિકારી બેઠકમાં જણાવ્યુ હતું જેથી તે વિભાગમાં પણ જરૂરી સ્ટાફની ભરતી કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે.