મોરબીના વાવડી રોડે રહેતા યુવાને ઘરે જીવન ટુંકાવ્યું મોરબીના નાગડાવાસ ગામે મંદિરમાંથી માતાજીની મુર્તિ, મુગટ, છતર વિગેરે મળી 6.02 લાખના મુદામાલની ચોરી મોરબી મહાપાલિકા સંચાલિત લાઈબ્રેરીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર મોરબી શહેરમાંથી 8 દિવસમાં 29 ઢોર પકડવામાં આવ્યા વાંકાનેરમાં સ્માર્ટ પુસ્તકાલય બનાવવા માટે મામલતદારને કરાઇ રજૂઆત હળવદમાં શાળાની વિદ્યાર્થિનીઓએ પાળિયાઓને રાખડી બાંધીને કરી રક્ષાબંધન પર્વની ઉજવણી મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રખડતા ઢોર પકડવા, રોડ રીપેર કરવા અને ખાદ્ય સામગ્રીનું ચેકિંગ કરવા અધિકારીઓને સૂચના મોરબી જીલ્લામાં સફાઇ કામદારને ભૂગર્ભ ગટર તેમજ ખાળકૂવામાં સફાઇ કરાવવા, ઊંડે ઉતરવા-ઉતારવા પર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ ગામે મંદિરમાંથી માતાજીની મુર્તિ, મુગટ, છતર વિગેરે મળી 6.02 લાખના મુદામાલની ચોરી


SHARE





મોરબીના નાડાવાસ ગામે મંદિરમાંથી માતાજીની મુર્તિ, મુગટ, છતર વિગેરે મળી 6.02 લાખના મુદામાલની ચોરી

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ નાડાવાસ ગામે સુંદરી ભવાની માતાજીના મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને મંદિરમાંથી ચાંદીના નાના મોટા છતર તેમજ સોનાના આભૂષણોની ચોરી કરવામાં આવેલ છે. જેથી હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને 6.02 લાખથી વધુની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ નાડાવાસના રહેવાસી અને હાલમાં રાજકોટમાં મવડી પ્લોટ સરદાર નગર મેઈન રોડ ઉપર પટેલ બોર્ડિંગ નજીક રહેતા મૌલિકભાઈ કરસનભાઈ રાઠોડ (42)અજાણ્ય શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, તા. 26/8 ના રાત્રીના 9:00 વાગ્યાથી લઈને તા. 27/8 ના સવારના 6:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ અજાણ્ય શખ્સ દ્વારા નાડાવાસ ગામે આવેલ સુંદરી ભવાની માતાજીના મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું અને ત્યાં મંદિરના તાળા તોડીને મંદિરની અંદરથી માતાજીની ચાંદીની મુર્તિ તેમજ મૂર્તિ ઉપર રાખવામાં આવેલ નાના મોટી સાઈઝના ચાંદીના 4 છતર તેમજ ચાંદીના બે નાના મોટા મુગટ, સોનાની માતાજીની નથડી, સોનાનો તિલક વિગેરે મળીને 6 લાખની કિંમતના આભૂષણો તેમજ 2500 રૂપિયા રોકડા આમ કુલ મળીને 6.02 લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે તેવી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News