મોરબી સબજેલ ખાતે જેલ પ્રસશનના સહયોગથી સગી બહેનોએ ભાઈઓને રાખડી બાંધીને કરી રક્ષાબંધન પર્વની ઉજવણી મોરબીની સિલ્વર પાર્ક સોસાયટીમાંથી 1092 બોટલ દારૂ ભરેલ સુપરકેરી વાહન ઝડપાયું. 11.21 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ મોરબીમાં હઝરત બાવા અહેમદશાહ ગ્રુપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 106 લોકોએ કર્યું રક્તદાન કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સરહદના સંત્રીઓ સાથે કરી રક્ષાબંધન પર્વની ઉજવણી ટંકારાની યોગ ટીમ દ્વારા નિવૃત આર્મીમેન-પોલીસ વિગેરેને રાખડી બાંધીને ઉજવાઇ રક્ષાબંધન ટંકારાના લજાઈ ગામ પાસે આવેલ ઉમિયા માનવ મંદિર ખાતે વડીલોને રાખડી બાંધીને પોલીસે રક્ષાબંધનની કરી ઉજવણી મોરબી, હળવદ અને ટંકારાના જોધપર (ઝાલા) ગામે જુગારની કુલ 4 રેડ: 12 શખ્સ પકડાયા-2 ફરાર માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે ભંગારનો ડેલો ખાલી કરવા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર પાસે પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મહેન્દ્રનગરથી બીમારી સબબ સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત


SHARE





મોરબીના ધરમપુર પાસે પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મહેન્દ્રનગરથી બીમારી સબ સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત

મોરબીના ધરમપુર ગામ પાસે પથ્થરની ખાણમાં ભરેલા પાણીમાં કોઈ કારણસર ડૂબી જવાના કારણે યુવાનનું મોત નિપજ્યું હતું જ્યારે મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ મંગલમ વિસ્તારની અંદર રહેતી મહિલાને બીમારી સબ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું આ બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી નજીકના ધરમપુર ગામે રહેતા રણજીતભાઈ રાઘવજીભાઈ ઉપસરિયા (32) નામનો યુવાન કોઈપણ કારણોસર નવા ધરમપુર પાસે આવેલ પથ્થરની ખાણમાં પાણીમાં ડૂબી ગયો હોય તેનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જયારે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ મંગલમ વિસ્તારમાં રહેતા ભાનુબેન દિલીપભાઈ પંસારા (45) નામના મહિલાને બીમારી હોય તેઓની તબિયત ઘરે ખરાબ થઈ ગઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે અને ત્યાર બાદ રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News