વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

પ્રથમ ગ્રાસે મક્ષિકા: વાંકાનેરમાં વિદ્યાર્થીઓને વેક્સિન દેવામાં શાળાના સંચાલકોનો નનૈયો


SHARE







પ્રથમ ગ્રાસે મક્ષિકા: વાંકાનેરમાં વિદ્યાર્થીઓને વેક્સિન દેવામાં શાળાના સંચાલકોનો નનૈયો

આજથી મોરબી જીલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપવા માટેનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો વાંકાનેરમાં ઘાટ સર્જાયો છે અને વાંકાનેરમાં આવેલ ફૈઝ બ્રાઇટ સ્કૂલના વિદ્યાર્થીઓને વેક્સિન દેવામાં શાળાના સંચાલકોએ નનૈયો કર્યો છે અને વાલીઓના સંમતિપત્રો આવે પછી વેક્સિન આપવાનું કહેવામા આવ્યું છે જેથી કરીને હાલમાં આરોગ્યની ટિમ સ્કૂલમાં વાલીઓના સંમતિપત્રો આવે તેની રાહ જોઈને બેઠી છે

મોરબી જિલ્લામાં આજથી ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપવા માટેનું શરૂ કરવામાં આવ્યું છે અને જિલ્લાની ૨૩૫ સંસ્થાઓમાં ૧૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને વેક્સિન આપવા માટેનું આરોગ્યની ટિમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો વાંકાનેરમાં ઘાટ સર્જાયો છે અને વાંકાનેરમાં આવેલ ખાનગી શાળાના સંચાલકે વિદ્યાર્થીઓને વેક્સિન દેવામાં નનૈયો કરેલ છે જેથી કરીને હજુ સુધી કોઈ વિદ્યાર્થીને વેક્સિન આપવામાં આવી નથી આ મુદે આરોગ્ય વિભાગના અધિકારી ડો. વિપુલભાઈ કરોલીયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, વાંકાનેરમાં આવેલ ફૈઝ બ્રાઇટ સ્કૂલમાં વિદ્યાર્થીઓને વેક્સિન દેવાની શાળાના સંચાલકે ના કહી છે અને વાલીઑના સંમતિપત્ર આવે પછી વેક્સિન આપવાનો હાલમાં શાળાના  સંચાલકોનો દ્વારા આગ્રહ રાખવામા આવી રહ્યો છે જેથી હજુ સુધી કોઈ વિદ્યાર્થીને વેક્સિન દેવામાં આવી નથી અને આ અંગેની મોરબી જિલ્લાના શિક્ષણાધિકારીને પણ આરોગ્ય વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે 




Latest News