વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ નજીકથી સગીરાનું અપહરણ


SHARE







મોરબીના કંડલા બાયપાસ નજીકથી સગીરાનું અપહરણ

મોરબીના શનાળા-કંડલા બાયપાસ નજીક રહેતા એક મજુર પરિવારની સગીર વયની દીકરીનું લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવાતા ભોગ બનેલ સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા એ ડીવીઝન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા ગામ પાસે આવેલ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે શહેરના કંડલા બાયપાસ નજીકથી ગત તા.૨૫-૧૨ ના રાત્રિના આઠ વાગ્યે માળીયા મિંયાણા તાલુકાના વિરવિદરકા ગામનો અજય કિશોરભાઇ સનુરા નામનો શખ્સ અપહરણ કરી જતા ભોગ બનેલ સગીરાના પિતાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે આરોપી અજય કિશોર સનુરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા હાલમાં એ-ડિવીઝન પીઆઇ જે.એમ.આલ દ્વારા આરોપી અજય સનુરા વિરુદ્ધ કલમ ૩૬૩, ૩૬૬ (અપહરણ) અને પોકસોની જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ભોગ બનેલી સગીરા તથા આરોપીને શોધવા માટે જુદી-જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વાહન અકસ્માતમાં ઈજા

રાજકોટ નજીકના ખાખરેચી ગામની લીમડા સોસાયટીમાં રહેતા વિજય કિશોરભાઇ પરમાર નામના ૩૦ વર્ષીય યુવાનને મોરબી-માળીયા હાઈવે ઉપર મણાબા ગામ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જ્યારે વાંકાનેર તાલુકાના રાતડીયા ગામનો રહેવાસી રાહુલ મુકેશભાઈ ધોરીયા નામનો ૧૦ વર્ષીય યુવાન ગામમાં રામદેવપીરના મંદિર નજીકથી બાઇકની પાછળ બેસીને જતો હતો ત્યારે બાઇકમાંથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત રાહુલ મુકેશભાઈને અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

મોરબીના ટંકારા તાલુકામાં આવતા નસીતપર ગામે રહેતો યોગેશ જાદવજીભાઈ લાડોલા નામનો ૨૨ વર્ષીય યુવાન મોરબીના વાંકાનેર હાઇવે ઉપર નવા જાંબુડીયા નજીક આવેલ એરો સીરામીક પાસેથી બાઇક લઇને જતો હતો ત્યાં તેના બાઇકને અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા શરીરે ઈજાગ્રસ્ત હાલતમાં યોગેશ લાડોલાને અહીંની આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.




Latest News