વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકાના કર્મચારી સામે આશિયાના સોસાયટીની મહિલાએ નોંધાવી ફરિયાદ


SHARE







વાંકાનેર પાલિકાના કર્મચારી સામે આશિયાના સોસાયટીની મહિલાએ નોંધાવી ફરિયાદ

વાંકાનેર શહેરમાં આવેલ આશિયાના સોસાયટીની અંદર થોડા દિવસો પહેલા પાલિકા દ્વારા ભૂતિયા નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા ત્યાર બાદ પાલિકાના કર્મચારી સામે સ્થાનિક મહિલાઓ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા જો કે, પોલીસે તેઓની ફરિયાદ લીધી ન હતી અને ગઇકાલે વાંકાનેર પાલિકાના સ્ટાફની ફરિયાદ લેવામાં આવી હતી જેથી વાંકાનેર પોલીસ સ્ટેશનમાં મહિલાઓનો ફરિયાદ નોંધવા માટે હાલમાં હંગામો કર્યો હતો ત્યાર બાદ પોલીસે ભોગ બનેલ મહિલાની ફરિયાદ નોંધતા મામલો થાળે પડ્યો હતો

થોડા દિવસો પહેલા આશિયાના સોસાયટીના ભૂતિયા નળ કનેક્શન કાપ્યા હતા ત્યાર બાદ પાલિકના કર્મચારીની સામે સ્થાનિક મહિલાઓ દ્વારા છેડતી સહિતના આક્ષેપો કરવામાં આવ્યા હતા જો કે, મહિલાઓની ફરિયાદ લેવામાં આવેલ ન હતી અને ગઇકાલે પાલિકના કર્મચારીની ફરિયાદ લઈને સરફરાજ મકવાણા સહિત બે વ્યક્તિની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેથી કરીને આશિયાના સોસાયટીની મહિલાઓ વીફરી હતી અને મહિલાઓ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને પહોચીને ભૂતિયા નળ કનેક્શન કાપવા માટે પાલિકાના કર્મચારી આવ્યા હતા ત્યારે સરફરાજ ત્યાં હાજર ન હતો છતાં પણ તેની સામે કેમ ગુનો નોંધાયો છે તેવો મહિલાઓએ સવાલ કર્યો હતો અને પાલિકાના કર્મચારીની ફરિયાદ લેવાઈ તો મહિલાઓની સાથે છેડતી કરવામાં આવી હતી તેની ફરિયાદ કેમ લેવામાં આવી નહીં તેવું કહીને મહિલાઓએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને મોરચો માંડ્યો હતી જેથી વાંકાનેર પોલીસે દ્વારા હાલમાં ગીતાબેન મુકેશભાઇ મકવાણા જાતે કોળી (ઉ.૩૫)ની ફરિયાદ લીધેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, પાલિકાના કર્મચારી અશોકભાઇ રાવલ તેઓના રહેણાક વિસ્તારમા ગેરકાયેદસર નળ કનેકશનની શંકા હોય ચેક કરવા માટે આવેલ હતા ત્યારે તેઓ અને અન્ય મહિલાઓ ભેગી થઈ હતી ત્યારે અશોકભાઇ રાવલે તેઓને ગાળો આપી હતી અને ધકકો મારતા પડી દઈને મુંઢ ઇજા કરીને ધાકધમકી આપી હતી જેથી પોલીસે પાલિકાના કર્મચારી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News