ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસર ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદે રસ્તાનું કામ બંધ ન થાય તો કોર્ટના દ્વાર ખટખટાવાશે


SHARE











વાંકાનેરના અમરસર ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદે રસ્તાનું કામ બંધ ન થાય તો કોર્ટના દ્વાર ખટખટાવાશે

વાંકાનેર તાલુકાના અમરસર ગામે ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર રસ્તો બનાવવા માટેની વિન્ડ ફાર્મ કુ. દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જેથી સ્થાનિક રહેવાસીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને તેમ છતાં પણ ગોચરની જમીનમાં ગેરકાયદેસર રસ્તા બનાવવાની કામગીરી ચાલુ રાખવામા આવશે તો તેને રોકવા માટે કોર્ટમાં રજૂઆત કરવામાં આવશે તેવું સ્થાનિક લોકોરોષની લાગણી સાથે જણાવ્યુ છે

વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતાં ઇબ્રાહીમભાઇ અમીભાઈ ખોરજિયા, હુસેનભાઈ હાજીભાઈ ખોરજિયા અને સલીમભાઈ તારમામદ બ્લોચ દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેણે જણાવ્યું છે કે અમરસર ગ્રામ પંચાયત હસ્તકની સર્વે નંબર-૧૦૫ વાળી ગોચરની જમીન ઉપર અનઅધિકૃત રીતે રસ્તો બનાવવાની કામગીરી હાલમાં પવન ચક્કી ઉભી કરનાર કંપની દ્વારા કરવામાં આવી રહી છે જેથી કરીને ગેરકાયદેસર કરવામાં આવતી કામગીરીની રોકવા માટે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે

 તેમ છતાં પણ કામને રોકવા માટે કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને હાલમાં રસ્તા બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે ત્યારે અગાઉ ગુજરાત હાઈકોર્ટ તેમજ સર્વોચ્ચ અદાલત દ્વારા ગોચરની જમીન ઉપર કોઈપણ પ્રકારની ગોચર સિવાની પ્રવૃતિ ન કરવા માટેના આદેશ કરવામાં આવેલ છે તેનો અનાદર થતો હોય તેવો ઘાટ સર્જાયો છે ત્યારે ગેરકાયદેસર રસ્તા બનાવનાર કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અને જો સ્થાનિક અધિકારીઓ દ્વારા નક્કર કામગીરી કરવામાં નહિ આવે તો આગામી સમયમાં કોર્ટની અંદર અરજી કરીને આ મુદ્દે દાદ માગવામાં આવશે તેવું અરજદારોપોતાની અરજીમાં જણાવ્યુ છે






Latest News