મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)માં પંચવટી(ખીરઈ) ખાતે શિક્ષક કાસુન્દ્રા નરેન્દ્રભાઈનો વિદાય સમારોહ યોજાયો


SHARE







માળીયા (મી)માં પંચવટી(ખીરઈ) ખાતે શિક્ષક કાસુન્દ્રા નરેન્દ્રભાઈનો વિદાય સમારોહ યોજાયો

માળિયા (મી) તાલુકામાં ખીરઈ તાલુકા શાળા તથા પેટા શાળા પ્રાથમિક શિક્ષક પરિવાર આયોજિત પેટ્રોલપંપ પ્રાથમિક શાળાના મદદનિશ શિક્ષક કાસુન્દ્રા નરેન્દ્રભાઈનો નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ પંચવટી(ખીરઈ) ખાતે યોજાયો હતો. નરેન્દ્રભાઈની શિક્ષક તરીકેની કારકિર્દી જામનગર જિલ્લામાંથી શરૂ થઈ હતી અને છેલ્લા ૧૪ વર્ષથી માળિયા તાલુકામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી તેઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. માળિયા તાલુકામાં માત્ર શિક્ષક તરીકે જ નહીં પણ માળિયા તાલુકા શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ તથા તાલુકા પ્રા. શિક્ષક સંઘના ઉપપ્રમુખના હોદ્દા ઉપર રહીને પણ હંમેશા શિક્ષકોને મદદરૂપ થતા રહ્યા હતા કાર્યક્રમમાં માળિયા તાલુકામાંથી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવનાર મોટીબરાર પ્રા. શાળાના શિક્ષક અનિલભાઈ બદ્રકિયા તેમજ કુંતાસી પ્રા. શાળાના શિક્ષક બેચરભાઈ ગોધાણીનું માળિયા તાલુકા શિક્ષક પરિવાર વતી તાલુકા પંચાયત શિક્ષણ શાખા અને બી.આર.સી. ભવન માળિયા તેમજ માળિયા તા. પ્રા.શિ. સંઘ દ્વારા વિષેશ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શર્મિલાબેન હુંબલ, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અને માળિયા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, હસુભાઈ વરસડા, પી.વી. લાવડીયા, મોહનભાઈ કુવાડીયા, નરેન્દ્રભાઈ નિરંજની, વિનુભાઈ રાઠોડ, એમ.વી. લાવડીયા, ધીરૂભાઈ બકુત્રા અને માળિયાની તમામ તાલુકા શાળાના આચાર્યો, સી.આર.સી. મિત્રો, અને સંઘના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન હસુભાઈ વરસડા દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ નૈતિકભાઈએ કરી હતી તેમજ કાર્યક્રમને સફળ બનાવવા ખીરઈ તાલુકા શાળા પરિવારે ખાસ જાહેમત ઉઠાવી હતી.






Latest News