મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો

મોરબીમાં સિરામિક સીટી પાસે આવેલ ઉમિયાનગર વિસ્તારમાં દંપતી સાથે માથાકૂટ કરીને ઝપાઝપી કરનાર મહિલા પાસેથી દંપતીને છોડાવવા વચ્ચે મહિલા પડી હતી તેને ધ ક્કો મારીને નીચે પછાડી દીધી હતી અને ત્યાર બાદ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવી હતી જેથી મહિલા દ્વારા હાલમાં ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં સીરામીક સીટી પાસે આવેલ ઉમિયાનગરમાં હનુમાન મંદિર પાસે રહેતા અમૃતબેન રામજીભાઈ વાઘેલા (59)એ હાલમાં ગીતાબેન રાજપૂત રહે. ગ્રીન ચોક મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ઉમિયાનગરમાં ફરિયાદીના ઘર પાસે તેઓના ભાડૂઆત જીગ્નેશભાઈ સાથે આરોપી ગીતાબેન ઝઘડો કરતા હતા અને જીગ્નેશભાઈના પત્ની દીપાબેન વચ્ચે છોડાવવા પડ્યા તો તેની સાથે ઝપાઝપી કરીને મુંઢ ઇજાઓ કરી હતી જેથી ફરિયાદી જીજ્ઞેશભાઈના પત્નીને છોડાવવા માટે તેને વચ્ચે પડતા તેની સાથે આરોપીએ ઝઘડો કરીને તેઓને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને ધક્કો મારીને નીચે પછાડી દીધા હતા જેથી ભોગ બનેલ મહિલાએ હાલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News