મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર, મથક અને મંગળાપુર ગામે જુગારની રેડમાં 12 શખ્સ પકડાયા


SHARE







મોરબી, વાંકાનેર, મથક અને મંગળાપુર ગામે જુગારની રેડમાં 12 શખ્સ પકડાયા

મોરબી જીલ્લામાં વાવડી રોડ ઉપર, બરવાળા ગામે, હસનપર શક્તિપરામાં, માથક ગામે ઝાંપા પાસે, મંગળપુર ગામના પાટીયા પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 12 શખ્સને રોકડ રકમ સાથે આરોપીને પકડી લેવામાં આવેલ છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કપિલા હનુમાન મંદિર સામેના ભાગમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા મોહનભાઈ પ્રેમજીભાઈ હડિયલ (44) રહે. માધાપર મોરબી તથા યોગેશગીરી જીતેન્દ્રગીરી ગોસ્વામી (29) રહે. કારીયા સોસાયટી મોરબી વાળા મળી આવ્યા હોય પોલીસે 4900 ની રોકડ સાથે તેની ધરપકડ કરેલ છે જોકે, આ ગુનામાં સમીરભાઈ રહે. મોરબી વાળાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબીના બરવાળા ગામે દુર્ગેશભાઈ દેલવાણીયાના મકાન પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સંતોષભાઈ ગગજીભાઈ દેલવાડીયા રહે. લાયન્સનગર મોરબી, પ્રકાશભાઈ વિનોદભાઈ દેલવાણીયા રહે. વીસીપરા મોરબી તથા દુર્ગેશભાઈ શીવાભાઈ દેલવાડીયા રહે. બરવાળા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 44,600 ની રોકડ સાથે તેની રપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

વાંકાનેરના હસનપર શક્તિપરા કાર્તિક સ્વામીના મંદિર સામેના ભાગમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા આડપેરમાલ કરુણાનિધિ મદ્રાસી (33), આદિમુલમ પરણીભાઈ મદ્રાસી (28) અને નારાયણ કરુણાનિધિ મદ્રાસી (22) રહે. બધા શક્તિપરા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 2,530 થી રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે

હળવદના માથક ગામે ઝાંપા પાસે જાહેરમાં જુગાની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી હરદેવભાઈ દિનેશભાઈ મકવાણા (25) રહે. માથક અને સાગરભાઇ મહેશભાઈ દારોદરા (24) રહે. મકનસર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 11,700 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

હળવદના મંગળપુર ગામના પાટીયા પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ધીરુભાઈ ભગવાનભાઈ નગવાડિયા (40) અને મહેશભાઈ ભગવાનભાઈ નગવાડિયા (29) રહે. બંને મંગળાપુર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,830 ની રોકડ સાથે તેની ધરપકડ કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ કરી છે






Latest News