મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું
મોરબીના જમના એપાર્ટમેન્ટમાં ગળાફાંસો ખાઇને વૃદ્ધે કર્યો આપઘાત: શક્તિનગર સોસાયટીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત
SHARE
મોરબીના જમના એપાર્ટમેન્ટમાં ગળાફાંસો ખાઇને વૃદ્ધે કર્યો આપઘાત: શક્તિનગર સોસાયટીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત
મોરબીમાં આવેલ નરસંગ સોસાયટીમાં જમના એપાર્ટમેન્ટ ખાતે રહેતા વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેઓના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા જ્યારે મોરબીમાં નાની કેનાલ રોડ પર આવેલ શક્તિનગર સોસાયટીમાં અવધ પેલેસ પાસે રહેતા આધેડને છાતીમાં દુખાવો ઉપાડતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ સોસાયટી જમુના એપાર્ટમેન્ટ ખાતે રહેતા અનિલભાઈ વેલજીભાઈ વિડજા (65) નામના વૃદ્ધે કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી જોકે, વૃદ્ધે કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે મોરબીના નાની કેનાલ રોડ ઉપર આવેલ શક્તિનગર સોસાયટી અવધ પેલેસ પાસે રહેતા ગોસ્વામી સુરેશભાઈ ભગવાનજીભાઈ (56) નામના આધેડ પોતાના ઘરે હતા ત્યારે ત્યાં તેઓને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે