ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામ પાસે આવેલ કારખાનામાં ચક્કર આવતા પડી જવાથી ઇજા પામેલા યુવનનું મોત


SHARE











ટંકારાના નસીપર ગામ પાસે આવેલ કારખાનામાં ચક્કર આવતા પડી જવાથી ઇજા પામેલા યુવનનું મોત

ટંકારાના નસીપર ગામની સીમમાં કારખાનાની અંદર પાણીના કુલર પાસે યુવાન પાણી પીવા માટે થઈને ગયો હતો ત્યારે તેને ચક્કર આવતા તે પડી ગયો હતો જેથી તે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જે બનાવની મૃતક યુવાનના પરિવારજન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના નસીપર ગામની સીમમાં આવેલ શ્રી નીલકંઠ પ્રિન્ટપેક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો ચંદનસિંહ રામપ્રસાદ બંસકાર (40) નામનો યુવાન ગત તા/ 4/4 ના રોજ નીલકંઠ કારખાનામાં પાણીના કુલર પાસે પાણી પીવા માટે ગયો હતો ત્યારે ત્યાં તેને અચાનક ચક્કર આવતા તે પડી ગયો હતો અને ત્યારે તે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું. જેથી આ બનાવની આકાશભાઈ રાજુભાઈ બંસકાર (22) રહે. મૂળ મધ્યપ્રદેશ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધનું મોત

મોરબીના વિસીપરા પાસે આવેલ મોલા રાજા સાહેબની દરગાહ પાસે હાર્ટ એટેકનો હુમલો આવતા સુરતના વૃદ્ધનું નિપજયુ હતું.વધુમાં મળતી માહિતી પ્રમાણે સુરતના ભેસ્તાન વિસ્તારના બુરહાની પાર્ક નજીક રહેતા ઈબ્રાહીમભાઇ યુસુફભાઈ બુટવાલા વોરા (54) નામના વૃદ્ધ કાર ડ્રાઇવિંગનું કામકાજ કરતા હોય બસમાં બેસીને સુરતથી જામનગર ગયા હતા અને ત્યાં વોરા સમાજના ધર્મગુરૂની કાર હંકારીને તેઓ મોરબી મોલાઇ રાજા સાહેબની દરગાહ નજીક આવ્યા હતા. અત્રે તેઓને હાર્ટ એટેકમાં તિવ્ર હુમલો આવતા 108 માં તેને મોરબીની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને મૃત જાહેર કરીને આ બનાવની પોલીસને જાણ કરી હતી.






Latest News