મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં દરરોજનો 25,000 લિટર જેટલો દેશી દારૂ વેચાઈ પણ સ્થાનિક પોલીસને મળે માત્ર બે કે પાંચ લીટરના કેસ!: જિલ્લા કોંગ્રેસ


SHARE











મોરબી જીલ્લામાં દરરોજનો 25,000 લિટર જેટલો દેશી દારૂ વેચાઈ પણ સ્થાનિક પોલીસને મળે માત્ર બે કે પાંચ લીટરના કેસ!: જિલ્લા કોંગ્રેસ

મોરબી જિલ્લામાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે આજે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખની આગેવાની કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને દિવસેને દિવસે ગંભીર ગુના મોરબી શહેર અને જીલ્લામાં વધી રહ્યા છે ત્યારે

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમાં જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લામાં વર્તમાન સમયમાં અશાંતિભરી પરિસ્થિતિ છે અને ખાસ કરીને ગુનાહિત પ્રવૃતિમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં શનાળા રોડ ઉપર નજીવી વાતમાં યુવાનની હત્યા કરવામાં આવી છે જેથી કરીને લોકોમાં ભયનો માહોલ છે., મોરબી જિલ્લાના માળિયા પંથકમાં એસએમસીની ટીમે રેડ કરીને 1.63 કરોડનો દારૂ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો જો કે, સ્થાનિક પોલીસ માત્ર દેશી દારૂના સેમ્પલ લેવા માટેની જ કામગીરી કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે તેવું આગેવાનોએ રૂબરૂમાં અધિકારીને કહ્યું હતું. આટલું જ નહીં તાજેતરમાં રોહિશાળા ગામમાં એક જ રાતમાં દુકાન મકાન અને મંદિરમાં ચોરી કરવામાં આવી હતી. જેથી લોકની સુરક્ષા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે જીલ્લામાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવેલ છે.

વધુમાં જિલ્લા પ્રમુખ કરેલી રજૂઆતમાં જણાવ્યુ છેકે દરરોજનો મોરબી જીલ્લામાં 25000 લિટર જેટલો દેશી દારૂ વેચાઈ છે પરંતુ સ્થાનિક પોલીસને માત્ર બે કે પાંચ લીટર દેશી દારૂના કેસ જ મળી રહ્યા છે ત્યારે સો ટકા પોલીસની કામગીરી સામે સવાલો ઊઠે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. માટે મોરબી જીલ્લામાં લોકોની શાંતિ અને સલામતી માટે કોંગ્રેસ દ્વારા મોરબી જીલ્લામાં સંવેદનશીલ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવે, ગુનેગારોમાં કાયદાનો ડર પેસે તેવી કડક કાર્યવાહી કરવામાં આવે અને દારૂ તેમજ જુગારના અડ્ડાઓ કાયમી બંધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે અને જયારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અમુભાઈ હુંબલ, શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ દમયંતિબેન નિરંજન, માળિયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ સંદીપભાઈ કાલરીયા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ હાજર રહ્યા હતા






Latest News