મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના બેલા ગામ પાસે દૂકનમાંથી 100 કિલો કોપર વાયર સહિત 1.42 લાખના મુદામાલની ચોરી: ઘુનડા (સ) ગામે તળાવ પાસેથી 20 કિલો કોપર વાયરની ચોરી મોરબી નજીક કારખાનામાં પેપર રોલ માથે પડવાથી શ્રમિક યુવાનનું મોત: ત્રાજપર ખરીમાં જુગાર રમતા બે પકડાયા મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરી, રોમિયોગીરી, લૂખ્ખગીરીના ભોગ બનેલા 10 જેટલા પરિવારોએ પાટીદાર યુવા સેવા સંઘની આગેવાનીમાં કરી DYSP ને રજૂઆત


SHARE









મોરબીમાં વ્યાજખોરી, રોમિયોગીરી, લૂખ્ખગીરીના ભોગ બનેલા 10 જેટલા પરિવારોએ પાટીદાર યુવા સેવા સંઘની આગેવાનીમાં કરી DYSP ને રજૂઆત

મોરબી જિલ્લામાં વ્યાજખોરી, રોમિયોગીરી, લૂખ્ખગીરી, આપઘાત વિગેરે જેવી ઘટનાઓમાં પોલીસ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવતી નથી જેથી મોરબી પાટીદાર યુવા સેવા સંઘના આગેવાનની આગેવાનીમાં ભોગ બનેલા 8-10 જેટલા પરિવારને સાથે લઈને ડીવાયએસપી કચેરી ખાતે જઈને રજૂઆત કરવામાં આવી હતી ત્યારેડીવાયએસપીએ ભોગ બનેલ લોકોની ફરિયાદ લેવા માટેની તેમજ અગાઉ જેની ફરિયાદ લેવામાં આવેલ છે તેઓના કેસમાં અસરકારક કામગીરી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

મોરબી પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજભાઈ પનારાની આગેવાની હેઠળ બુધવારે 8 થી 10 જેટલા ભોગ બનેલા પરિવારો મોરબીમાં આવેલ ડીવાયએસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ડીવાયએસપી જે.એમ.આલને મળીને રજૂઆતો કરી હતી અને ત્યારબાદ પત્રકારોને માહિતી આપતા મનોજભાઈએ જણાવ્યું હતું કે મોરબીના શનાળા રોડ ઉપર જે ઘટના બની ત્યારબાદ ડીવાયએસપીએ નિવેદન આપ્યું હતું કે કોઈપણ વ્યક્તિ વ્યાજખોરી કે અન્ય કોઈ બાબતમાં ભોગ બનેલ હોય તો તેઓ ફરિયાદ નોંધાવે પોલીસ તેઓની સાથે જ છે અને તેઓને ન્યાય મળશે. જેથી ભોગ બનેલા પરિવારોને સાથે લઈને રજૂઆત કરવા માટે ગયા હતા.

જેમાં ખાસ કરીને વ્યાજખોરી, છેતરપિંડી, હનીટ્રેપ, રોમિયોગીરી, સાયબર ક્રાઇમ વિગેરે જેવી ઘટનાઓ દિવસે મોરબી જિલ્લામાં વધી રહી છે ત્યારે પોલીસ દ્વારા ભોગ બનેલા પરિવારની ફરિયાદ લઈને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી અને લાગણી વ્યક્ત કરવામાં આવી હતી આ તકે મનસુખભાઇ લાલજીભાઈ જેતપરિયાએ જણાવ્યુ હતુ કે, તેઓની માતાની સારવાર માટે રૂપિયાની જરૂર હતી ત્યારે એક વર્ષ પહેલા અક્ષય ઘેટિયા નામના વ્યક્તિએ તેને કિશોરભાઇ ચાવડા પાસેથી વ્યાજે રૂપિયા અપાવેલ હતા ત્યાર બાદ જેની 11 કરોડની જમીનનો સોદાખત કરવવામાં આવેલ હતો જો કે, વ્યાજના રૂપિયા પાછા આપી દીધેલ છે તો પણ તેઓને તેની જમીન પછી આપવામાં આવતી નથી અને પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવતી નથી. જો કે, હાલમાં તેઓનો પ્રશ્ન ઉકેલવાની ખાતરી ડીવાયએસપી દ્વારા આપવામાં આવી હતી.

આવી જ રીતે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે થોડા સમય પહેલા યુવાને આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાઈ હતી જોકે, હજુ સુધી આ બનાવમાં પોલીસ દ્વારા ચાર્જશીટ કરવામાં આવ્યું નથી જેથી મૃતક યુવાનના પિતાએ ડીવાયએસપીને તે બાબતે રજૂઆત કરી હતી. અને અંતમાં મનોજભાઈ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની કોઈપણ નેતા કે રાષ્ટ્રીય પક્ષના આગેવાનની ભલામણ રાખ્યા વગર જે કોઈ વ્યક્તિ ગુનેગાર હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે તો જ મોરબીમાં ગુનાખોરીને અટકાવી શકાય તેમ છે. જો કે, હાલમાં જે લોકો રજૂઆત કરવા આવ્યા હતા તેઓને સાંભળીને ડીવાયએસપીએ યોગ્ય કાર્યવાહી થશે તેવી ખાતરી આપી છે અને કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર મોરબીમાં ભોગ બનેલ લોકો ફરિયાદ નોંધાવે પોલીસ તેઓની સાથે જ છે અને તેઓને ન્યાય અપાવવા માટે પોલીસે કામગીરી કરશે. 






Latest News