મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદી ઉપર શાંતિવન આશ્રમથી વેજીટેબલ રોડને જોડતા ડાઉનસ્ટ્રીમ બ્રીજના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ


SHARE











મોરબીની મચ્છુ નદી ઉપર શાંતિવન આશ્રમથી વેજીટેબલ રોડને જોડતા ડાઉનસ્ટ્રીમ બ્રીજના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ

મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ નદી ઉપર વધુ એક બ્રિજ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને મોરબી શહેરનો ટ્રાફિક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે મચ્છુ નદી ઉપર શાંતિવન આશ્રમથી વેજીટેબલ રોડને જોડતા ડાઉનસ્ટ્રીમ બ્રીજ માટેની કામગીરી શરૂ કરી છે અને હાલમાં ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ છે 

મોરબી શહેરની ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મચ્છુ નદી ઉપર પાડાપુલની ડાઉનસ્ટ્રીમ બાજુ નવા બ્રીજના નિર્માણ માટે DPR (ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) તૈયાર કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડની યોજના અંતર્ગત ૪૦ કરોડના અંદાજિત ખર્ચ સાથે ટેન્ડર પ્રક્રિયા લાઈવ કરવામાં આવેલ છે. આ બ્રિજમાં અંદાજીત ૧૬ ગાળા, ૧૦.૫૦ મીટર પહોળો કેરેજ વે તથા બન્ને બાજુ ૧.૫૦ મીટર પહોળી ફુટપાથનો સમાવેશ કરવામાં આવેલ છે. આ બ્રીજનું નિર્માણ શાંતિવન આશ્રમથી શરૂ થઈ મોરબી-ર વિસ્તારમાં આવેલ વેજીટેબલ રોડ સુધી કરવામાં આવશે. આ યોજના પૂર્ણ થવાથી વીસીપરા. લાયન્સનગર, રણછોડનગર, અમરેલી વિસ્તારના રહીશો તેમજ મોરબી-૨ થી વિશીપરા વચ્ચે અવરજવર કરતા નાગરિકોને ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર રાહત મળશે અને શહેરના વાહન વ્યવહારને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં મદદરૂપ થશે. તેમ મોરબી મહાનગરપાલિકાની સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખાની અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News