મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત


SHARE











મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાના કારણે મોરબીની 18 વર્ષની યુવતી નું મોત નીપજયું છે જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતી પૂજાબેન મનુભાઈ સુવારીયા નામની 18 વર્ષની યુવતી  માળિયા મિયાણાં તાલુકાના મોટા દહીસરા ગામે આવેલ તળાવમાં કોઈ કારણોસર ડૂબી જતા તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાહન અકસ્માત
હળવદના રહેવાસી મહેશભાઈ જેઠાભાઈ નામનો ૨૪ વર્ષનો યુવાન હળવદ ચોકડી નજીકથી જતો હતો ત્યાં રસ્તામાં ક્રૂઝર પલ્ટી મારી જતા ઈજા પામ્યો હોય હળવદ ખાતે સારવાર લઇને વધુ સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો તેમ પોલીસ દ્વારા જણાવાયેલ છે.જ્યારે મોરબી નવલખી રોડ ધક્કાવાળી મેલડી માતા મંદિર પાસે વાહન અકસ્માતમાં ઇજા થતાં રમણીકભાઈ ગોપાલભાઈ મારવાણીયા (૫૨) ને સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીની સત્યમ સોસાયટી પાસે બાઇક હડફેટે ઇજા થતાં નરસીભાઈ ખોડાભાઈ સોનગ્રા (૬૮) રહે.મીરાપાર્ક વાવડી રોડ મોરબીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં મારામારીના બનાવમાં ઇજા થતા શિવમ રમેશભાઈ (૨૮) રહે.જોન્સનગર મોરબીને સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો. તેમજ મોરબીના જેતપર રોડ રંગપર ગામ પાસે આવેલ કલે સ્ટોન સીરામીક નામના કારખાનાની પાસે મારામારીના બનવામાં ઇજા થતા સકિલ નિશારભાઈ અહેમદ નામના ૨૯ વર્ષના યુવાનને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.
મહિલા સારવારમાં
મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા ગોમતીબેન મેરૂભાઈ માંડવીયા નામના ૪૫ વર્ષીય મહિલા થોડા દિવસો પહેલા ઘરે હતા ત્યાં ચક્કર આવતા પડી ગયા હોય માથા અને શરીરે ઇજા થતાં મોરબીની ખાનગી હોસ્પિટલે લઈ ગયા હતા અને બાદ વધુ સારવાર માટે તેમને રાજકોટ લઈ જવામાં આવ્યા હતા બનાવની જાણ થતા પોલીસે નોંધ કરી તપાસ કરી હતી.જ્યારે મોરબીના જેતપર રોડ રંગપર ગામ ખાતે રહેતા કવિતાબેન દિનેશભાઈ કંજારીયા નામની 26 વર્ષીય મહિલાને ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે વાહન અકસ્માતમાં પગના ભાગે ગંભીરતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
અકસ્માતમાં ઇજા
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ નજીક રહેતા ધીરુભાઈ જીવાભાઇ સલાટ (40) નામનો યુવાન મોરબીના જેલ રોડ ઉપર રિક્ષામાં જતો હતો ત્યારે સાથે દીવાલ સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી છે






Latest News