મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન


SHARE







મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટક પાસે છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે અને આ ઓવરબ્રિજનો ત્રાજપર બાજુનો જે છેડો આવવાનો છે તે બાજુ પણ હાલમાં પિલ્લર ઊભા કરવા માટેની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહી છે જોકે, જે જગ્યા ઉપર બાંધકામ ચાલી રહ્યું છે તેની બાજુમાં સર્વિસ રોડ વાહનોની અવરજવર માટે થઈને આપવામાં આવ્યો છે પરંતુ તે સર્વિસ રોડ ઉબડ ખાબડ હોવાના કારણે તેમજ ત્યાં લોખંડના સળિયા જમીનમાં ધરબાયેલા છે તેના છેડા બહારના ભાગે હોવાના કારણે વાહન ચાલકોના વાહનોમાં નુકસાની થાય છે અને અવારનવાર ટાયર ફૂટી જવાના પણ બનાવો ત્યાં બનતા હોય છે જેથી કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ટાયરમાં નુકશાન થવાથી વાહન બંધ પડે અને ટ્રાફિકજામ સહિતના પ્રશ્નો ઊભા થતાં હોય છે જેથી કરીને અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા ઉબડ ખાબડ સર્વિસ રોડને વહેલી તકે રીપેર કરીને લોકોના વાહનોમાં નુકશાન ન થાય અને વાહનો સરળતાથી ત્યાંથી પસાર થઈ શકે તેવો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.






Latest News