મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીની ધી.વી.સી હાઇસ્કૂલ અને વિવેકનંદ કન્યા શાળામાં માતૃભાષા મહોત્સવની ઉજવણી કરાશે


SHARE











મોરબીની ધી.વી.સી હાઇસ્કૂલ અને વિવેકનંદ કન્યા શાળામાં માતૃભાષા મહોત્સવની ઉજવણી કરાશે

મોરબીની ધી.વી.સી હાઇસ્કૂલ અને વિવેકનંદ કન્યા શાળામાં માતૃભાષા મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૧૮ ના રોજ ધી.વી.સી હાઇસ્કૂલ ખાતે અને તા ૧૯ ના રોજ વિવેકનંદ કન્યા શાળામાં માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

ગુજરાત સાહિત્ય અકાદમી અને ધી.વી.સી. ટેકનિકલ હાઇસ્કુલ મોરબીના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૮ ફેબ્રુઆરી અને બુધવારે સવારે ૮ કલાકે વિશ્વ માતૃભાષાની ઉજવણીના ભાગરૂપે આચાર્ય ડૉ ભદ્રસિંહ વાઘેલા (શિક્ષણ સેવા વર્ગ-૨) ના માર્ગદર્શન તેમજ સમગ્ર વી.સી પરિવારના સહકાર થકી માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં માતૃભાષાનું મહિમાગાન શિક્ષક તેમજ ઉત્તમ વક્તા પુનિતભાઈ મેરજા અને હિરેનભાઈ નથવાણી કરશે. વધુમાં વી.સી. હાઈસ્કૂલ પરિવારના નિમંત્રણને માન આપીને  સુરેન્દ્રનગરથી કંદર્પ રાવલ (ઉદ્ઘોષક, કવિ, સંગીત વિશારદ) તથા નેહા રાવલ (ઉદ્ઘોષક, ગાયિકા, સંગીત વિશારદ ) પણ આ કાર્યક્રમમાં આવશે અને માતૃભાષાનું મહિમાગાન કરશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષધિકારી કમલેશભાઈ મોતા ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડશે. આ તબક્કે મોરબીની સાહિત્ય પ્રેમી જનતા પણ કાર્યક્રમમાં આવે તેવું કાર્યક્રમ સંયોજક ધવલભાઈ ખાંડેકાએ યાદીમાં જણાવેલ છે.

આવી જ રીતે ગુજરાત સાહિત્ય અકાદમી અને વિવેકનંદ કન્યા શાળા મોરબીના સંયુક્ત ઉપક્રમે તા. ૧૯ ફેબ્રુઆરી અને ગુરુવારે સવારે ૧૧ કલાકે વિશ્વ માતૃભાષાની ઉજવણીના ભાગરૂપે વિવેકનંદ કન્યા શાળાના આચાર્ય સંજયભાઇ દંતાલિયાના માર્ગદર્શન તેમજ સમગ્ર શાળા પરિવારના સહકાર થકી માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં માતૃભાષાનું મહિમાગાન ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. ભાગ્યેશ જહા દ્વારા કરવામાં આવશે તે ઉપરાંત આ કાર્યક્રમમાં વક્તા તરીકે ડો. રામભાઈ વારોતરીયા અને ડો. અમૃતભાઈ કાંજિયા હાજર રહેશે તેમજ મુખ્ય અતિથિ તરીકે દીપાબેન બોડા, અતિથિ વિશેષ તરીકે ઉમેશભાઈ બોપલિયા, સંચાલક પારૂલબેન રાજપરા અને સંયોજક રાજેશભાઈ મંઢ સહિતના હાજર રહેશે જેથી આ કાર્યક્રમનો લાભ લેવા માટે શાળાના આચાર્ય સંજયભાઈ દંતાલીયા અને ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્રા ડો. જયેન્દ્રસિંહ જાદવે અખબારી યાદીમાં જણાવ્યું છે.






Latest News