મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી: મોરબીમાં 11,111 બાજરાના રોટલા ગાયોને ખવડાવવા માટે 70 ચૂલા ચાલુ કર્યા


SHARE











દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી: મોરબીમાં 11,111 બાજરાના રોટલા ગાયોને ખવડાવવા માટે 70 ચૂલા ચાલુ કર્યા

વર્તમાન સમયમાં દીકરો દીકરી એક સમાન કહેવામાં આવે છે પરંતુ આજની તરીકે દીકરીનો જન્મ થાય તો ઘણી વખત પરિવારના સભ્યોમાં ઉત્સાહ જોવા મળતો નથી પરંતુ મોરબીમાં રહેતા યુવાનના ઘરે દીકરીનો જન્મ થયો તેને એક વર્ષ પૂરું થયું છે ત્યારે દીકરીના પહેલા જન્મ દિવસ નિમિતે એવી ઉજવણી કરી કે જોનારા લોકોની આંખો ચાર થઈ ગઈ છે અને આ યુવાને એક કે બે નહીં પરંતુ 11,111 બાજરાના રોટલા બનાવીને ગાયોને આપવા માટેનો સંકલ્પ કર્યો છે અને તેના માટે હાલમાં 70 ચૂલા ચાલુ કરીને રોટલા બનાવવામાં આવી રહ્યા છે.

સામન્ય રીતે દીકરા દીકરીના કે પછી ઘરમાં કોઈના પણ જન્મ દિવસ નિમિતે ખોટા ખર્ચા કરવામાં આવતા હોય છે જો કે, ખોટા પૈસા બગાડવાના બદલે ગૌ સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતાં મૂળ મોરબીના લાલપર ગામના રહેવાસી અને હાલમાં મોરબી રવાપર ગામે રહેતા જયકુમાર વાસુદેવભાઈ આદ્રોજાની દીકરી પ્રિજાનો આજે પહેલો જન્મ દિવસ  છે ત્યારે દીકરીના પ્રથમ જન્મ દિવસ નિમિતે એક કે બે નહીં પરંતુ 11,111 રોટલા બનાવીને ગાય માતાને ખવડાવવાનું આયોજન કર્યું છે. અને ગામની ખરાવાડમાં આજે સવારથી એકી સાથે 70 જેટલા ચૂલા ચાલુ કરીને બાજરાના રોટલા બનાવવામાં આવી રહ્યા છે અને મોડી રાત સુધી આજે રોટલા બનાવવામાં આવશે પછી આવતીકાલે મોરબીની આજુબાજુમાં આવેલ જુદીજુદી ગૌશાળામાં તે રોટલા ગાય માતાને ખડાવવામાં આવશે.  

ઉલેખનીય છેકે, નાના બાળકોને નાનપણથી જેવુ બતાવવા કે શીખવવામાં આવે છે તેને જ તેઓ અનુસરે છે ત્યારે જયકુમાર આદ્રોજાએ તેના ઘરે એક વર્ષ પહેલા દીકરીનો જન્મ થયો હતો ત્યારે લક્ષ્મીજીને વધાવવા માટે મોરબીના રવાપર ગામે ખરાવાડમાં એક સાથે 125 ચૂલા ચાલુ કરીને 51,111 બાજરાના રોટલા બનાવ્યા હતા અને તે જુદીજુદી ગૌશાળામાં ગાય માતાને ખવડાવ્યા હતા અને આજે દીકરીના પહેલા જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે ગૌસેવાનું આયોજન કરીને હાલમાં 2000 કિલો કરતાં વધુ બાજરાનો ઉપયોગ કરીને કુલ 11,111 રોટલા બનાવવામાં આવશે. જેના માટે તેઓના પરિવાર અને આસપાસમાં રહેતા મહિલાઓ સહિત કુલ મળીને 100 થી વધુ બહેનો દ્વારા રોટલા બનાવવામાં આવી રહ્યા છે. આમ ગૌ માતાની સેવા કરીને દીકરીના જન્મ દિવસની ઉજવણી કરવાના આદ્રોજા પરિવારના સંકલ્પ અને કાર્યને સહુકોઈને બિરદવેલ છે

ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે જયકુમાર આદ્રોજા અને તેઓના પરિવારના સભ્યો દ્વારા જે પ્રયાસ છેલ્લા બે વર્ષથી કરવામાં આવી રહ્યો છે તે અન્ય લોકો માટે પણ પ્રેરણરૂપ બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. અને આટલું જ નહીં આ પરિવારની જેમ સહુકોઈ ગૌ સેવાની સાથે પોતાના ઘર પરિવારના સારા માઠા પ્રસંગને જોડીને જો ઉજવણી કરે તો વર્તમાન સમયમાં જે રીતે ગાય માતા અને ગૌ વંશ રસ્તા ઉપર રજડતો જોવા મળે છે તે ભવિષ્યમાં ન જોવા મળે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી. 






Latest News