મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ


SHARE







મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ

મોરબીમાં સમસ્ત સતવારા સમાજ તથા જય મહાકાલ ગ્રુપ દ્વારા દર વર્ષે શિવરાત્રીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મોરબીમાં શોભાયાત્રા નીકળી હતી અને મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારે વિવિધ પ્રકારના ફ્લોટ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને હજારોની સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા

આજે શિવરાત્રીના દિવસે સમગ્ર દુનિયામાં શિવજીના મંદિરોમાં શિવજીનું પૂજન અર્ચન શિવ ભક્તો દ્વારા કરવામાં આવતું હોય છે અને ઠેર ઠેર શોભાયાત્રા સહિતના કાર્યક્રમો પણ યોજાતા હોય છે ત્યારે મોરબીની વાત કરીએ તો મોરબીમાં સમસ્ત સતવારા સમાજ તથા જય મહાકાલ ગ્રુપ દ્વારા છેલ્લા સાત વર્ષથી શિવરાત્રીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આજે મોરબીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના આવેલ શક્તિધામ ખાતે આ શોભાયાત્રાને શરૂ કરવામાં આવી હતી ત્યાર બાદ વાવડી રોડ, રેલ્વે સ્ટેશન રોડ, સુભાષ રોડ, પરા બજાર, નગર દરવાજા, રવાપર રોડ થઈને મોટેશ્વરે મહાદેવ મંદિરે આ શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી આ શોભાયાત્રાની સાથે બનાવવામાં આવેલા વિવિધ ફ્લોટ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને સતવારા સમાજ ઉપરાંત જુદા જુદા હિન્દુ સંગઠનના આગેવાનો સહિતના લોકો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા અને મોરબીના માર્ગો બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા






Latest News