મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત


SHARE











મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પેપર મિલ નજીક ઈંટોના ભઠ્ઠા પાસે રહેતા પરિવારની યુવતીએ તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લેતા તેણીનું મોત નિપજયુ હતું.બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

મોરબી તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા તથા સ્ટાફ પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ વિલ્સન પેપર મીલ પાસે રોમ સીરામીકના સામેના ભાગમાં ઈટુંના ભઠ્ઠામાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગનું કામકાજ કરી ગુજરાન ચલાવતા વાલજીભાઈ ખેંગારભાઈ પરમાર દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી કે તેમની પુત્રી આરતીબેન વાલજીભાઈ પરમાર (ઉંમર વર્ષ ૨૫) રહે.લીલાપર રોડ ઈંટોના ભઠ્ઠા પાસે રોમ સીરામીક સામે વિલ્સન પેપર મિલ નજીક મોરબી એ તેમના રહેણાંક મકાનમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. જેથી તેણીનું મોત નિપજેલ છે પોલીસ મોકલો.જેથી કરીને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ડેડબોડીને નીચે ઉતારી પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યું હતું.આ અંગે વધુમાં તપાસ અધિકારી એમ.પી.ઝાલા પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક આરતીબેન પરમારની માનસિક બીમારી સબબ દવા ચાલુ હતી.દરમિયાનમાં કોઈ કારણોસર તેણીએ તેના ઘરે ઉપરોક્ત પગલું ભરી લેતા આરતીબેનનુંં મોત થયેલ છે.કયા કારણોસર તેણીએ આ પગલું ભર્યું ? તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

દવા પી જતા સારવારમાં

મોરબી તાલુકાના ખરેડા ગામે સિમ વિસ્તારમાં રહેતા મિતલબેન શૈલેષભાઈ માવી નામની ૧૪ વર્ષની સગીરા કોઈ કારણોસર દવા પી ગઈ હોય તેણીને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવી હતી.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના વિજયભાઈ મિયાત્રા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી. તેમજ મોરબીના ઘુંટુ ગામ પાસે આવેલ રામકો સોસાયટી વિસ્તારમાં રહેતા અલ્કાબેન શક્તિસિંહ ભાટીયા નામના ૨૨ વર્ષીય મહિલાએ દવા પી લીધી હતી.જેથી તેઓને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેઓના લગ્નગાળો બે વર્ષનો હોય પીએસઆઇ ભટ્ટ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી અને પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સાસુ-વહુ વચ્ચેની બોલાચાલી તથા પૈસા બાબતની બોલાચાલીમાં આ બનાવ બન્યો હોય પોલીસે આ બાબતે આગળની તપાસ કરી હતી.

વાહન અકસ્માત

મોરબીના ઘુંટુ ગામે દાડમા દાદાની જગ્યા પાસે રહેતા ધીરજભાઈ અવચરભાઈ રાઠોડ નામના ૪૮ વર્ષીય યુવાન તેઓના ઘર પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે વાહન સ્લીપ થઈ ગયેલ હોય ઇજા પામતા તેમને સારવાર માટે ખસેડાયા હતા.






Latest News