માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી દારૂ અને બિયરની 19,068 બોટલ ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા, મુખ્ય સપ્લાયર સહિત 9 સામે ગુનો નોંધાયો મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત મોરબી સબ જેલમાં જડતીમાં જતી સ્થાનિક પોલીસને કશું મળતું નથી !, આજે જડતી સ્કવોર્ડ જેલરની ટીમે બે મોબાઈલ ફોન શોધી કાઢ્યા, તપાસનો ધમધમાટ  હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી દારૂ અને બિયરની 19,068 બોટલ ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા, મુખ્ય સપ્લાયર સહિત 9 સામે ગુનો નોંધાયો


SHARE













મોરબી જિલ્લામાં માળિયા તાલુકામાં આવતી ભીમાસર ચોકડી પાસે સ્વાગત પેટ્રોલિયમના પાર્કિંગમાં એસએમસીની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂ બિયરનો જથ્થો ભરેલ ટ્રક મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ બિયરની 19068 બોટલો જેની કિંમત 1.38 કરોડથી વધુ થાય છે તે ઉપરાંત ટ્રક, બે મોબાઈલ ફોન, રોકડા રૂપિયા વગેરે મળીને 1.63 કરોડથી વધુની કિંમતમાં મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં બે આરોપીને પકડવામાં આવ્યા છે જોકે, મુખ્ય સૂત્રધાર સહિત કુલ 9 શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

મોરબી જિલ્લામાં એસએમસીના પી.એસ.આઇ. વી.એન. જાડેજા અને તેઓની ટીમ દ્વારા અમદાવાદ કચ્છ હાઇવે રોડ ઉપર  ભીમાસર ચોકડી પાસે સ્વાગત પેટ્રોલિયમના પાર્કિંગમાં ઉભેલા ટ્રક નંબર આરજે 7 જોડી 2852 ને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તે ટ્રકની અંદરથી દારૂ બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કુલ મળીને 19,068 દારૂ બિયરની બોટલો કબજે કરી હતી જેની કુલ કિંમત 1,38,04,080 થાય છે આ ઉપરાંત 25 લાખની કિંમતનો ટ્રક, 10,000 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન, 23,580 રૂપિયા રોકડા અને અન્ય મુદ્દા માલ મળીને કુલ 1,63,51,160 રૂપિયાની કિંમતનો મુદામાલ સ્થળ ઉપરથી કબજે કરવામાં આવ્યો છે હાલમાં આરોપી વિક્રમસિંહ નારણસિંહ ચૌહાણ તથા કમલકિશોર પ્રેમરામ મારુ રહે. બન્ને રાજસ્થાન વાળાની ધરપકડ કરી છે 

વધુમાં અધિકારી પાસેથી મળતી વિગત પ્રમાણે પકડાયેલા બે આરોપી ઉપરાંત મુખ્ય સપ્લાયર રમેશ લખમરામ જાટ રહે. ચંડી રામસર બાડમેર તેમજ બલવીર સોહનદાસ જાટ રહે. લોહર ગામ હનુમાનગઢ રાજસ્થાન, જબ્બર બીશ્નોઈ રહે. સાચોર રાજસ્થાન અને સામખયારી ખાતે ટ્રકમાં દારૂનો જથ્થો મેળવનાર અજાણ્યો શખ્સ, પંજાબના ભટિંડા ખાતે દારૂનો જથ્થો લોડ કરવા માટે ડ્રાઇવર પાસેથી ટ્રેકને છીનવી લેનાર અજાણ્યો શખ્સ, દારૂ બિયરનો જથ્થો લોડ કરીને વાહન આપી ગયેલ અજાણ્યો શખ્સ તેમજ ટ્રકના માલિક સહિત કુલ મળીને નવ શખશો અને તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. અત્રે ઉલ્લેખ છે કે એસએમસીની રેડ દરમિયાન હાલમાં જે દારૂનો જથ્થો પકડવામાં આવ્યો છે તે તમામ જથ્થો પંજાબમાંથી રાજસ્થાન વાયા ગુજરાતમાં મોકલવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેથી કરીને પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરીને ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News