મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળી આવતા હિન્દુ સંગઠનો-સમાજમાં રોષની લાગણી
SHARE
મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળી આવતા હિન્દુ સંગઠનો-સમાજમાં રોષની લાગણી
મોરબીના શક્તિ ચોક પાસે આવેલા ગેરકાયદેસર કતલખાના બંધ કરવા માટે છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે તેવામાં શક્તિ ચોક પાસે આવેલ આદ્યશક્તિ માતાજીના મંદિરના પટાંગણમાં માંસના અવશેષો મળી આવતા હિન્દુ સમાજમાં રોશની લાગણી ફેલાય છે અને આ બાબતે હિન્દુ સંગઠનો દ્વારા તટસ્થ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગેરકાયદેસર કતલખાના બંધ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે
મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા છેલ્લા ઘણા સમયથી મહાપાલિકામાં રજૂઆતો કરીને તેમજ આવેદનપત્ર આપીને શક્તિ ચોકની આસપાસમાં આવેલા તમામ ગેરકાયદેસર કતારખાનાઓ બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અને આ બાબતે અગાઉ મહાપાલિકા દ્વારા નોટિસો પણ આપવામાં આવી હતી અને કાર્યવાહી પણ કરવામાં આવી હતી જોકે, કતલખાના હજુ પણ ધમધમી રહ્યા હોય તે પ્રકારના બનાવો ભૂતકાળમાં સામે આવ્યા હતા ત્યારે પણ મહાપાલીકા કચેરી ખાતે જઈને હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. દરમ્યાન આજે બપોરના સમયે મોરબીમાં શક્તિ ચોક પાસે આવેલ માં આદ્યશક્તિના મંદિરના પટાંગણમાંથી માસના ટુકડાઓ અને અવશેષો મળી આવ્યા હતા જેથી હિન્દુ સમાજ અને હિન્દુ સંગઠનના આગેવાનોમાં રોષની લાગણી ફેલાઈ છે અને મંદિરના પટાંગણમાં આ રીતનું કૃત્ય કરીને હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી છે ત્યારે આ બાબતે તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ મોરબી મહાનગરપાલિકા દ્વારા શક્તિ ચોકની આસપાસમાં ચાલતાં તમામ ગેરકાયદેસર કતલખનાઓને સદંતર બંધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.









