મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા
SHARE
મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા
મોરબીની સજનપર શાળામાં દાતા દ્રારા ૪૫ બાકડા મુકાવલામાં આવ્યા છે.પી. એમ. શ્રી સજનપર પ્રાથમિક શાળા તા.ટંકારા જિ.મોરબી ખાતે વર્ષ ૨૦૧૫ થી શાળાના કાયમી દાતા મનસુખભાઇ કે.પરેચા (રાધે એન્ટરપ્રાઇઝ, રાધે ફાર્મ હાઉસ જડેશ્વર) દ્વારા શાળામાં ગત તા.૧૫-૧૧ ના રોજ રૂા.૨,૫૧,૦૦૦ જેવી માતબર રકમનાં દાન સ્વરૂપે શાળામાં કુલ ૪૫ બેસવા માટેના બાકળા (બેન્ચ) મુકવામાં આવેલ છે.
અને સાથે શાળાની આગળની જગ્યાએ ભરતી ભરીને ત્યાં પ્રેસની ફોલ્ડિંગ દીવાલ અને લોખંડની ગ્રીલ કલર સાથે કરાવી આપીને શાળાને એક અલગ જ એલિવેશન આપવામાં આવ્યું છે.તેમજ શાળાના મેદાનમાં લેવલિંગનું કામ પણ આ સાથે કરાવેલ છે આ તકે ઉલ્લેખનીય છે કે દર વર્ષે સજનપર ગામના અનેક દાતાશ્રીઓનો તેમજ સમગ્ર ગામલોકોનો આ પ્રાથમિક શાળામાં હરહંમેશ સાથ સહકાર મળતો રહે છે સમગ્ર શાળા પરિવાર વતી શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ દાતા મનસુખભાઇ કે.પરેચા તેમજ ગામના સર્વે દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ છે.