મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







































મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે બાઇકને હડફેટ લઈને યુવાન અને તેના છ વર્ષના દીકરાને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી મદનભાઈ રણછોડભાઈ પરમાર (35) એ ડમ્પર નંબર જીજે 36 વી 9146 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ટીંબડી ગામના પાટીયાથી પીપળી તરફ જવાના રસ્તા ઉપર આરસીસી રોડના ખૂણા પાસે નેશનલ હાઈવે રોડ નજીકથી તેઓના ભાઈ દિનેશભાઈ પરમાર પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઈક ઉપર તેની સાથે તેમના પત્ની લક્ષ્મીબેન અને 6 વર્ષનો દીકરો આદેશ પણ બેઠેલા હતા અને તેઓના બાઈકને આરોપી ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં ફરિયાદીના ભાઈ અને ભત્રીજા ને શરીરે ગંભીર ઈજાઓ થઈ હોવાના કારણે તે બંનેના મોત નીપજ્યા હતા અને લક્ષ્મીબેનને જમણા આખા પગમાં તથા ડાબા પગના ઘુટામાં ફેક્ચર જેવી ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં તેઓ સારવારમાં છે દરમ્યાન આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

બીમારી સબબ મોત
મોરબીના નાની વાવડી ગામે શિવવિલા સોસાયટીમાં રહેતા ધીરુભાઈ ટપુભાઈ કાસુન્દ્રા (53) નામના આધેડને બીમારી સબબ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેની સારવાર ચાલુ હતી દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.

વરલી જુગાર
મોરબીના સોઓરડી વિસ્તારમાં વરીયા મંદિર વાળી શેરીમાં જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મકસુદભાઈ મુસાભાઇ ચૌહાણ (37) રહે. સોઓરડી મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 1000 ની રોકડ સાથે તેની ધરપકડ કરે છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
















Latest News