મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામે ઘરમાંથી 3.94 લાખના સોનાના દાગીના ચોરીના ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે આરોપીની ધરપકડ


SHARE











હળવદના ટીકર ગામે ઘરમાંથી 3.94 લાખના સોનાના દાગીના ચોરીના ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે આરોપીની ધરપકડ

હળવદના ટીકર ગામે રહેતા યુવાનના ઘરના નિશાના બનાવીને ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ઘરમાંથી સોનાના બે હાર, સોનાની કાનમાં પહેરવાની બુટી તથા શેર અને સોનાની બે વીંટી આમ કુલ મળીને સાડા પાંચ તોલા જેટલું સોનુ જેની કિંમત 3,94,057 રૂપિયાનો મુદામાલ ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં આરોપીને પકડીને તેની પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ રિકવર કરવામાં આવેલ છે. અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા સુરેશભાઈ કાનજીભાઈ મકવાણા (24)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, ટીકર ગામે આવેલ તેઓના ઘરના રાત્રીના સમયે નિશાન બનાવીને કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરવામાં આવી છે અને તેમાં સોનાના બે હાર, સોનાની બે કાનમાં પહેરવાની બુટ્ટી અને શેર તથા સોનાની બે વીંટી આમ કુલ મળીને સાડા પાંચ તોલા જેટલા સોનાની ચોરી કરવામાં આવેલ છે જેથી કુલ મળીને 3,94,057 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. અને ગણતરીની કલાકોમાં પોલીસે આ ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે આરોપી વિશાલ રમેશભાઈ ખાંભડિયા (21) રહે. ટીકર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ સોનાનો સો ટકા મુદામાલ રિકવર કરવામાં આવેલ છે. વધુમાં હળવદના પીઆઇ ડી.વી.કાનાણી પાસેથી મળતી માહિતી હાલમાં પકડવામાં આવેલ આરોપી ફરિયાદ યુવાનનો પાડોશી છે અને ઘર બંધ હોવાની તેમજ ઘરમાં કિંમતી મુદામાલ હોવાની તેને જાણ હતી જેથી કરીને આરોપીએ તકનો લાભ લઈને ફરિયાદી અને તેના પરિવારના લોકો મીઠાની સિઝન હોવાની રણમાં હતા ત્યારે તેના ઘરના તાળાંને તોડીને સોનાના દાગીનાની ચોરીની ઘટનાને અંજામ આપેલ છે. હાલમાં પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News