મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના રાયસંગપર ગામ નજીકથી જામગરી બંદૂક સાથે એક પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં બેટરીના પાણીની આડમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં મંગાવેલ દારૂની 1248 બોટલ સાથે એકની ધરપકડ: દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સની શોધખોળ


SHARE











મોરબીમાં બેટરીના પાણીની આડમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં મંગાવેલ દારૂની 1248 બોટલ સાથે એકની ધરપકડ: દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સની શોધખોળ

ગુજરાતમાં દારૂબંધી હોવાથી દારૂને ઘુસાડવા માટે યેનકેન પ્રકારે બુટલેગરો દ્વારા રસ્તાઓ કરવામાં આવતા હોય છે તેવામાં મોરબીમાં આવેલ ખાનગી ટ્રાવેલ્સ બસમાં બેટરીના પાણીની આડમાં દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો જો કે, પોલીસે રેડ કરીને સ્થળ ઉપરથી દારૂની જુદીજુદી બ્રાન્ડની નાની 1248 બોટલો કબજે કરી હતી તેમજ રિક્ષા સહિત કુલ મળીને ₹4,57,400 ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે અને દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે બંને શખ્સ સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમના જયદીપભાઇ રાજેશભાઈ દેવસુર, કિશોરભાઈ મેણંદભાઈ મિયાત્રા અને પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજા પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી રહેલ હકીકત મળી હતી કે, વરણીરાજ ખાનગી ટ્રાવેલ્સની બસમાં બેટરીના પાણીની આડમાં પેકિંગ કરેલા પાર્સલમાં દારૂનો જથ્થો હેરાફેરી કરવામાં આવી રહ્યો છે જેથી કરીને પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નં-6 ના નાકા પાસે પાર્સલ માટેની લોડીંગ રીક્ષા નં. જીજે 3 બીએક્સ 5810 ઊભી હતી અને ત્યાં હાજર રહેલા શખ્સનું પોલીસ દ્વારા નામ પૂછતા તેનું નામ તોફિકભાઈ મહેબૂબભાઈ બુખારી (26) રહે. શક્તિ ચોક ખાટકીવાસ મોરબી વાળો હોવાનું સામે આવ્યું હતું અને તેની રિક્ષામાં રહેલા પાર્સલ બોક્સ વિશે પૂછપરછ કરતા તેમાં બેટરીનું પાણી હોવાનું તેને જણાવ્યું હતું અને બિલ રજૂ કરતા બિલમાં રાધે એન્ટરપ્રાઇઝ વાપી જીઆઇડીસી લખેલ હતું જે બિલ બનાવટી હોવાનું સામે આવ્યું હતું જેથી રિક્ષામાં રહેલ બોક્સને ચેક કરવામાં આવતા તેમાંથી બેટરીના પાણીની 18 બોટલો મળી આવ્યા હતા અને તે ઉપરાંત દારૂની નાની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 1248 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 4,05,600 ની કિંમતનો દારૂનો જથ્થો તેમજ 1800 રૂપિયાની કિંમતનું બેટરીનું પાણી અને સીએનજી રીક્ષા સહિત કુલ મળીને 4,57,400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દારૂના જથ્થા સાથે પકડાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવતા સાહિલ હનીફભાઈ પરમાર રહે. રાજકોટ વાળાએ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું અને હાલમાં પકડાયેલા આરોપી રિક્ષામાં દારૂનો જથ્થો આપવા માટે જવાનો હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે બંને શખ્સો સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News