મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત


SHARE











મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત

મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક ફગસીયા રોડ ઉપર આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને બાથરૂમમાં પોતે પોતાની જાતે કોઈપણ ઇન્જેક્શન મારી લીધું હતું જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યુ ઇન્જેક્શન માર્યું હતું ? અને શા માટે માર્યું હતું ? તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પીપળીયા નજીક રોલેક્સો પોલિપેક નામના કારખાનામાં રહેતા અને કામ કરતા બલવીંદર ધીરાસિંહ (27) નામના યુવાને ગઈકાલે મોડી સાંજના સમયે કોઈપણ કારણોસર કારખાનાના બાથરૂમની અંદર પોતે પોતાની જાતે કોઈપણ જાતનું ઇન્જેક્શન મારી લીધું હતું જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ.ચાવડા દ્વારા કરવામાં આવેલ છે

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ દ્વારકાધીશ હોટલ નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં રામજીભાઈ રાજપુત (૩૩) રહે.લીલાપર ચોકડી પાસે ને ઈજા થતા અત્રે સારવાર માટે લાવવામાં આવ્યો હત.જ્યારે મોરબીના હળવદ રોડ ઉંચી માંડલ પાસે આવેલ સિરામિક કારખાનામાંં મજૂરી કામ કરતા નારણભાઈ લુતનભાઇ પ્રસાદ (૬૫) ને રોડ ઉપરથી જતા વખતે અજાણ્યા બાઇકના ચાલકે હડફેટે લેતા સારવાર માટે લવાયા હતા.






Latest News