મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ


SHARE











મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ઋષિકેશ એપાર્ટમેન્ટમાં રહેતી પરણીતાને તેના પતિ, સાસુ અને જેઠ દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તથા મારકૂટ કરવામાં આવતી હતી જેથી પરિણીતામોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ઋષિકેશ એપાર્ટમેન્ટના રહેવાસી અને હાલમાં માવતરના ઘરે ગોંડલ ખાતે રહેતા અભિલાષાબેન હર્ષદભાઈ કડીવાર (38) મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ હર્ષદભાઈ મનજીભાઈ કડીવાર, સાસુ ચંપાબેન મનજીભાઈ કડીવાર અને જેઠ જીગ્નેશભાઈ મનજીભાઈ કડીવાર રહે.બધા ઋષિકેશ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 502 લીલાપર કેનાલ રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદીના પતિ, સાસુ અને જેઠ દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે તેને હેરાન પરેશાન કરી દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો અને મેણાં ટોણાં મારીને મારકૂટ કરીને શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી હાલમાં પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માત
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલા આઈ.ટી.આઈ. થી ઉમા રેસીડેન્સીના રસ્તે બાઈક સ્લીપ થવાનો બનાવ બન્યો હતો.જેમાં ભરત પ્રભાતભાઈ ડાંગર (૨૬) રહે.શિવમ હોસ્પિટલ પાસે ગાયત્રીનગર મોરબીને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબીના ઊંચી માંડલ ગામે આવેલ કારખાના પાસે મારામારીના બનાવમાં ઈજા થતાં ભગીરથ ભરતભાઈ કોળી નામમાં ૨૪ વર્ષના યુવાનને ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના વાંકાનેર હાઇવે મકનસર પાસેના પ્રેમજીનગરમાં રહેતા મહેશભાઈ તળશીભાઇ પરમાર નામનો ૪૦ વર્ષનો યુવાન ઘર નજીક હતો ત્યાં મારામારીમાં ઈજા થઈ હોય અહિંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો તેમ પોલીસે જણાવે છે અને બનાવ સંદર્ભે આગળની તપાસ શરૂ કરી છે.






Latest News