મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો


SHARE







હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો

હળવદ શહેર ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરો અને આગેવાનો દ્વારા પંડિતજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જી અમર રહો અને ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના સુત્રોચારના માધ્યમ થી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે વક્તાઓએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના એકાત્મ માનવવાદઅને અંત્યોદયના વિચારોથી પ્રેરણા લઈ સમાજના અંતિમ માનવી સુધી વિકાસ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે પંડિતજીનું સમગ્ર જીવન રાષ્ટ્રસેવા, સાદગી અને નિષ્ઠાનું પ્રતિક હતું અને આજના સમયમાં પણ તેમના વિચારો માર્ગદર્શક છે. કાર્યક્રમમાં શહેર અને ગ્રામ્ય ભાજપના હોદ્દેદારો, કાર્યકરો તથા સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં સૌએ રાષ્ટ્રસેવામાં વધુ સક્રિય રહેવાનો સંકલ્પ લીધો હતો.




Latest News