મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી


SHARE







મોરબીમાં ત્રાજપર ચોકડીરીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે રીક્ષા પલ્ટી મારી ગઈ હતી જેથી યુવાનને ઇજા થઈ હતી અને તે ઇજા પામેલા યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને આ બનાવની પોલીસે જણા કરવામાં આવી હતી.

મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે આવેલ હુશૈની લોજ નજીક રીક્ષા પલ્ટી મારી ગઈ હતી જે બનાવમાં ઇદ્રીશ જુમાભાઈ આંબલીયા (24) રહે.વીસીપરાને ઈજા થઈ હોય ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

બાઈકની ચોરી

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ સાનિધ્ય પાર્ક સોસાયટી શેરી નં-1 માં રહેતા શૈલેષભાઈ ચતુરભાઈ ચીખલીયા (42)અજાણ્યા શખ્સની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ આપેલ છે જેમાં જણાવ્યું છે કે, મિલન પાર્કમાં તેઓએ પોતાનું બાઈક નંબર જીજે 3 બીએ 0947 પાર્ક કરીને મૂક્યું હતું જે 15,000 રૂપિયાની કિંમતનું બાઈક દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વરલી જુગારની રેડ

મોરબીમાં કબીર ટેકરીના નાલા પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા ફારુકભાઈ તૈયબભાઈ ચાનીયા (40) રહે. કબીર ટેકરી મોરબી વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 1200 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને આ શખ્સ રાજેશભાઈ રહે. વાવડી રોડ મોરબી વાળા પાસે કપાત કરાવતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

મારામારીમાં ઇજા

મોરબીના ચાંચાપર ગામ પાસે આવેલ નિશા પોલિપેક ખાતે મારામારીનો બનાવ બનતા ઇજાગ્રસ્ત થયેલા સુદામા સુભાષભાઈ રાજબર નામના 21 વર્ષના યુવાનને અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના જેતપર રોડ રંગપર ગામ પાસેની બ્રિલિયન્ટ કંપનીની અંદર લેબર ક્વાર્ટર ખાતે મારામારી બનાવમાં ઈજા થતા વિનોદ ભુરેશસિંગ નાયક (31) અને દિલીપ હોશિયારસિંગ નાયક (26) ને ઇજાઓ થતા બંનેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા




Latest News