મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ મોરબીમાં નેશનલ હાઇવે રોડ ઉપરથી લટકતો જોખમી દરવાજો લઈને પસાર થતા ડમ્પરનો વિડીયો થયો વાયરલ ટ્રાફિક શાખાની લાલ આંખ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા 20 ડમ્પરો એક જ દિવસમાં ડિટેન રામ રાખે તેને કોણ ચાખે: મોરબીથી અંબાજીના દર્શને જતાં સંઘમાં સાથે જોડાયેલ કિન્નર સિમરન મસીએ વૃદ્ધને આપ્યું જીવતદાન વાંકાનેરથી મોરબી આવતી ડેમુ ટ્રેન મકનસર રેલ્વે સ્ટેશને બંધ થઈ જતાં મુસાફરો રજડી પડ્યા મોરબીમાં મોડીફાઇડ સાઇલેન્સર વાળા 15 વાહન પોલીસે કર્યા ડીટેઇન માળીયા (મી)માં છોકરાને ઠપકો આપવા બાબતે બે મહિલા સાહિત 4 લોકો ઉપર ધોકા, પાઇપ અને ધારિયા વડે હુમલો: 2 મહિલા સહિત 9 સામે ફરિયાદ મોરબીમાં ડોર ટુ ડોર કચરા કનેક્શનના કામમાં બાળ મજૂરી, એજન્સીના માલિક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં અનુજાતીના વ્યક્તિને મકાન ભાડે આપનાર વૃદ્ધને મકાન ખાલી કરાવવા માટે બે શખ્સોએ ફોન ઉપર આપી ધમકી


SHARE







































મોરબીમાં અનુજાતીના વ્યક્તિને મકાન ભાડે આપનાર વૃદ્ધને મકાન ખાલી કરાવવા માટે બે શખ્સોએ ફોન ઉપર આપી ધમકી

મોરબીના રવાપર ગામે આવેલ બોની પાર્કમાં રહેતા વૃદ્ધનું વાવડી રોડે આવેલ ગાયત્રી નગરમાં મકાન આવેલું છે જે મકાન તેઓએ અનુજાતિના વ્યક્તિને ભાડે આપ્યું હતું જે બાબતનો ખાર રાખીને બે શખ્સો દ્વારા તે મકાન ખાલી કરાવવા માટે ફોન ઉપર જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવી હતી અને ધમકી પણ આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી નજીક આવેલ રવાપર ગામે બોની પાર્કમાં નંદની એપાર્ટમેન્ટ બ્લોક નંબર 301 માં રહેતા અમૃતભાઈ દેવજીભાઈ આદ્રોજા (60) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડેનીસ પ્રજાપતિ રહે.ગાયત્રીનગર મોરબી તથા મહેશભાઈ ડાંગર કે સંજયભાઈ ડાંગર નામના માણસની સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં જણાવ્યું છે કે, મોરબીના વાવડી રોડે ગાયત્રીનગરમાં ફરિયાદીનું મકાન આવેલું છે જે મકાન તેને ભાડા કરાર કરીને અનુજાતિના વ્યક્તિને ભાડે આપેલું છે જેથી તે બાબતનો ખાર રાખીને મકાન ખાલી કરાવવા માટે થઈને ડેનિશભાઈ પ્રજાપતિએ પોતાના ફોનમાંથી ફરિયાદીને ફોન કર્યો હતો અને ત્યારબાદ સંજયભાઈ ડાંગર દ્વારા ફોન ઉપર ફરિયાદી સાથે વાત કરવામાં આવી હતી અને ત્યારે મકાન ખાલી કરવા માટે થઈને જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવી હતી અને બીજા દિવસે સવારના 10:00 વાગ્યા સુધીમાં મકાન ખાલી કરાવવા માટેની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાહન અકસ્માત

મોરબીના વાંકાનેર હાઈવે જાંબુડીયા ગામ નજીક આવેલ હુંડાઈના શોરૂમ પાસે વાહન અકસ્માતનો બનાવ હતો જેમાં બે બાઈક સામસામા અથડાયા હતા.જેથી પ્રવીણગર પ્રેમગર મેઘનાથી રહે.નવલખી ચોકડી મોરબીને ઇજા થતા સારવારમાં લઇ જવાયા હતા.જ્યારે સામેના પક્ષેથી રાહુલ રણજીતભાઈ સોલંકી (૩૧) અને રાજવીર વિપુલભાઈ મકવાણા (૩૧) ને પણ ઇજાઓ થઈ હોય તેમને પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ મોરબીના ગુંગણ ગામે રહેતા પરિવારની સ્વાતિ મહેશભાઈ સુરેલા નામની છ વર્ષની બાળકી બાઇક પાછળ બેસીને જતી હતી ત્યારે ગામમાં બાઈકમાંથી પડી ગઈ હોય ઈજા થતા અહીંની ઓમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી.
















Latest News