મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કુંભારિયાથી લૂંટાવદર ગામે ભાઈને લેવા માટે જતાં ભાઈને રસ્તામાં કાળનો ભેટો: બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી


SHARE







માળીયા (મી)ના કુંભારિયાથી લૂંટાવદર ગામે ભાઈને લેવા માટે જતાં ભાઈને રસ્તામાં કાળનો ભેટો: બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

માળીયા (મી)ના કુંભારિયા ગામે ખેતીની જમીનને ભાગવી વાવવા માટે યુવાને રાખી હતી અને તે યુવાન મોરબીના તાલુકાના લુટાવદર ગામે તેના ભાઈને તેડવા માટે બાઈક લઈને જઈ રહ્યો હતો દરમિયાન રસ્તામાં ટ્રક ચાલકે પેટ્રોલ પંપ નજીક તેના બાઈકને હડફેટે લેતા યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કેસારવાર કારગત ન નીકળતા તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં માળીયા મિયાણાં તાલુકાના કુંભારીયા ગામે રહેતા સંજયભાઈ સિંદૂરસિંગ માવી (23) નામનો યુવાન બાઈક લઈને લૂંટાવદર ગામ તરફ જઈ રહ્યો હતો દરમિયાન રસ્તામાં પેટ્રોલ પંપ નજીક ચોકડી પાસે ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં સંજયભાઈને માથામાં અને શરીરે ગંભીર જાઓ થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મૃતક યુવાનના ભાઈ દીપકભાઈ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, સંજયએ માળિયા તાલુકાના કુંભારીયા ગામે ખેતીની જમીન ભાગની વાવવા માટે રાખી હતી અને તેનો નાનો ભાઈ જશુ મોરબી તાલુકાના લૂંટાવદર ગામે રહેતો હોય તેને ત્યાં લેવા માટે થઈને સંજયભાઇ બાઇક લઈને ગયો હતો દરમિયાન રસ્તામાં ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં યુવાનનું મોત નીપજવાના કારણે બે બાળકોએ તેના પિતાની છત્રછાયા ગુમાવી છે.

એસીડ પી જતા સારવારમાં

કચ્છના રાપર તાલુકાના નવાપરા ગામે રહેતા નયનાબેન રમેશભાઈ લાખાભાઈ ચાવડા નામની ૧૫ વર્ષની તરૂણી કોઈ કારણોસર એસિડ પી ગઈ હતી જેથી તેણીને અહિંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી સ્થાનિક પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવવ અંગે રાપર પોલીસને જાણ કરી હતી.જ્યારે ટંકારાના મીતાણા ગામે રોહિતભાઈની વાડીએ કામ દરમિયાન સાપ કરડી જતા રાહુલ જાલમસિંગ અજનાર (૨૦) નામના મજૂર યુવાનને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો




Latest News