મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામનો બનાવ: ઘરધણી મીઠાની ખેતી કરવા ગયા અને તસ્કર ઘરમાંથી સોનાના દાગીના ચોરી કરીને 3.94 લાખનું ખાતર પાડી ગયો


SHARE







હળવદના ટીકર ગામનો બનાવ: ઘરધણી મીઠાની ખેતી કરવા ગયા અને તસ્કર ઘરમાંથી સોનાના દાગીના ચોરી કરીને 3.94 લાખનું ખાતર પાડી ગયો

હળવદના ટીકર ગામે રહેતા યુવાનના મકાનની દીવાલ કૂદીને અજાણ્યા શખ્સ દ્વારા ઘરમાં પ્રવેશ કરવામાં આવેલ હતો અને ત્યાર બાદ મકાનના મુખ્ય દરવાજાનો લોક તોડીને ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી કરવામાં આવેલ છે જેમાં સોનાના બે હાર, સોનાની કાનમાં પહેરવાની બુટી તથા શેર અને સોનાની બે વીંટી આમ કુલ મળીને સાડા પાંચ તોલા જેટલું સોનુ જેની કિંમત 3,94,057 રૂપિયા થાય છે તે મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા સુરેશભાઈ કાનજીભાઈ મકવાણા (24)એ હાલમાં અજાણ્યા શખ્સ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ટીકર ગામે આવેલ તેઓના રહેણાંક મકાનને રાત્રીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને દિવાલ કૂદીને ઘરમાં પ્રવેશ કર્યા બાદ ઘરના મુખ્ય દરવાજાનો લોક તોડવામાં આવ્યો છે અને ત્યારબાદ ઘરમાંથી સોનાના બે હાર, સોનાની બે કાનમાં પહેરવાની બુટ્ટી અને શેર તથા સોનાની બે વીંટી આમ કુલ મળીને સાડા પાંચ તોલા જેટલા સોનાની ચોરી કરવામાં આવેલ છે જેથી કુલ મળીને 3,94,057 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની બનેલા યુવાને ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં ફરિયાદી પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં મીઠાની સિઝન ચાલી રહી છે જેથી કરીને ફરિયાદ અને તેના પરિવાજનો ટીકર રણમાં મીઠાની ખેતી કરવા માટે ગયા હતા જો કે, કામ સબબ તે ટ્રેક્ટર લઈને ગામમાં આવ્યો હતો ત્યારે તેના ઘરના તાળાં તૂટેલા હતા તે જોઈને ઘરમાં ચોરી થઈ હોય તેવું લાગ્યું હતું અને ઘરમાં ચેક કર્યું તો સોનાના દાગીના હતા નહીં જેથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે.

મારામારીમાં ઈજા
મોરબીના જેલ રોડ ઉપર થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા હરિશંકર શ્યામલાલ (૨૧) રહે.ગાંધી ચોક પાસે ને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના ગાંધીચોક પાસે કાર ચાલકે પાછળથી ઠોકર મારતા રમેશભાઈ કાળુભાઈ રાઠોડ રહે. જામનગર અને મનીષાબેન રમેશભાઈ રાઠોડને ઇજાઓ થઈ હોય અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે રવાપર ગામે સરદાર સોસાયટીમાં રહેતા દયાબેન પ્રભાતભાઈ ચાવડા નામના ૬૨ વર્ષના વૃદ્ધા ગામના શિવ મંદિર પાસેથી બાઈકમાં જતા હતા ત્યાં વાહન સ્લીપ થતા ઇજા પામ્યા હોય સારવાર માટે અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.તેમજ હળવદના સુરવદર ગામે રહેતા ધર્મિષ્ઠાબેન નિલેશભાઈ સુરેલા નામની ૧૯ વર્ષીય યુવતીને બાબુભાઈએ લોખંડનો પાઇપ પીઠમાં મારતા ઈજા પામેલ હોય સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.




Latest News